SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ [૧.૧] પરણતી વેળાએ પાલખીમાં બેસી તીકળ્યા પરણવા ८ પ્રશ્નકર્તા : પરણવા શેમાં ગયેલા ? દાદાશ્રી : તે દહાડે મોટર-બોટો, ગાડીઓ-બાડીઓ નહીં ને ! ફૂમતા ઝાલે ને મહીં છે તે કટાર લઈને બેઠો હોય ! અને પાઘડી પહેરેલી. શું વેષ હતા એ ? આમ છોકરાં ગોરા હોય ને, દેખાય સારા પાછા. અને પાછા ક્ષત્રિયપુત્ર ને ! પ્રશ્નકર્તા : દાદા, તમે પાલખીમાં ગયેલા ? દાદાશ્રી : તો બીજા શેમાં જાય ? એ પહેલા તો ઘોડા આપે કે પાલખી. ઘોડા ઉપર ના ફાવે પંદર વર્ષની ઉંમરે. પ્રશ્નકર્તા ઃ ઘોડો ઉલાળી પાડે ? દાદાશ્રી : ના, ઉલાળી પાડે એવા ઘોડા ના હોય. ઘોડા તો નાના છોકરાનેય બેસવા દે એવા હોય. પણ ખૂંચે બળ્યું ! આ પાલખીમાં નિરાંતે બેઠા ફૂમતું ઝાલીને, અને કઠેડા હોય બે બાજુ. ઘોડો પાડે નહીં, એ તો ટેવાયેલા હોય બિચારા. ત્રણ વર્ષનો બાબો હોય તોય ઘોડો એને પાડે નહીં, પ્રેક્ટિકલ થયેલા, એ લગ્નમાં ફરેલા હોય ને બિચારા. પ્રશ્નકર્તા : એટલે જ એ ટેવાઈ ગયેલા. દાદાશ્રી : હં... એ પાલખીમાં ફૂમતું ઝાલીને ગયા ત્યાં. પાલખીમાં ફૂમતું ઝાલીએને એટલે ઊંઘ ઊડી જાય. તે મને યાદ રહ્યું એ બધું. પાલખીનું ફૂમતું ઝાલતા'તા ને ? તેં નહીં જોયેલા, નહીં ? પાલખી જ જોયેલી નહીં ? પ્રશ્નકર્તા : પાલખી નહીં જોયેલી, દાદા. દાદાશ્રી : શું વાત કરો છો ? એય... અમે તો પાલખી ઝુલાવતા ઝુલાવતા... પાછા પાલખીમાં બેસી પૈણેલા.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy