SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ [૧.૧] પરણતી વેળાએ દાદાશ્રી : એ તો હોય ને પણ હવે ! એ તો જ્ઞાન ખરું ને ! અંદર ભગવાન પ્રગટ થઈ ગયા પછી શું જોઈએ ? પણ તે બહારના અજાણ્યા માણસને તો એમ જ લાગે કે આ શરીર સૂકાયેલું છે, એટલે એમને બધું એવું જ લાગે. હીરાબાનું રૂપ પ્રશ્નકર્તા: હીરાબાય રૂપાળા મળ્યા. યુરોપિયન લેડીને બાજુએ મૂકી દે એવા રૂપાળા ! દાદાશ્રી : પહેલેથી જ રૂપાળા, બહુ રૂપાળા. પ્રશ્નકર્તા : અત્યારે કેટલા રૂપાળા ! દાદાશ્રી : પણ તે દહાડે ચામડી બહુ જુદી જાતની ! પ્રશ્નકર્તા ઃ આમ પોચી-પોચી રૂ જેવી. દાદાશ્રી : પોચી-પોચી રૂ જેવી ને પાછું અહીં આગળ આમ ગુલાબી. પ્રશ્નકર્તા : ઉજળા બહુ છે, સફેદ. દાદાશ્રી : હા, ઉજળા બહુ. એ તો એમના બા ઉજળા હતા એટલા માટે. એમનું ફેમિલી (કુટુંબ) સારું હતું. તે દહાડે પૈસો અઢળક ખર્યો હતો અમારી પાછળ લગ્નમાં. પ્રશ્નકર્તા : હીરાબા અત્યારેય આવા દેખાય છે, તો એ વખતે તો પેલા અમેરિકન લેડી જેવા લાગતા હશે ! દાદાશ્રી : એ અમેરિકન લેડી જેવા નહીં, એ તો આ શરીર બધું ગુલાબના ફૂલ જેવું સુંવાળું, આમ અહીં બધી ગુલાબી દેખાય. સફેદી ખરી પણ શરીર આખું ગુલાબી. પ્રશ્નકર્તા ઃ ગુલાબી રંગ છે ને, હજુ હાથ જુઓ તો ગુલાબી ! દાદાશ્રી : ચોખ્ખું શરીર ને ! મહીં રોગ-બોગ નહીં કશો.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy