SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) અસ્વાભાવિક, એનું નામ જ્ઞાની. આ શરીરમાં જ રહેતા નથી અમે. શરીરમાં રહે તો દુઃખ થાય ને ! તમને સમજ પડીને ? પ્રશ્નકર્તા ઃ જી હા. દાદાશ્રી : એટલે અમને દુ:ખ જ ના હોય. અમે રડીએ તોય દુઃખ ના હોય. આ અંબાલાલ રડે તોય દુઃખ ના હોય. એટલે બહુ જુદી જાતની છે આ દશા ! સમજાય છે ને ? પ્રશ્નકર્તા: હા, એ હકીકત હું સમજી શકું છું. દાદાશ્રી : હા. અને અમને એકલાને નહીં, આ બધાનેય દુઃખ ના થાય. આ બધાને એક દુઃખ થાય તો અમારી જવાબદારી છે. દુઃખ કેમ થવું જોઈએ માણસને ? શું ગુનો કર્યો છે તે માણસને દુઃખ થાય ? એટલે એને જો સ્ત્રીઓ મરી જાય તોય દુઃખ ના થાય. અમારે આઘાત કે દુઃખ હોય નહીં. ઊલટા તમારા જે દુઃખ હોય તે અમે લઈ લઈએ. રહ્યા-ગયામાં સમસ્થિતિ લોકો તો એમ જ જાણે ને કે દાદાને બહુ દુઃખ થયું હશે ! દાદાનો તાવ જુએ ત્યારે ખબર પડે કે હીરાબા ગયા કે રહ્યા છે એ બન્ને સ્થિતિ
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy