SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ જ્ઞાની પુરુષ (ભાગ-૨) હિરાબા : તે તો કાઢે જ સ્તો. એ તો કાઢે ને બધુંય. ધણી મરી જાય એટલે થઈ જાય પાછું. દાદાશ્રી : પછી ભૂલી જાય ? હીરાબા : હં. તે આ ભૂલી ગયા ! દાદાશ્રી : મણીભાઈ જીવતા હતા ત્યારે એમને કહેતા'તા ને, ‘તમે ના હો તો હું તો મરી જઉં.' હિરાબા : હોવે ! કોઈ નથી મરી જતું પાછળ. દાદાશ્રી : એ એવું કહેતા'તા, ‘તમે નહીં હો તો મારાથી જીવાય નહીં.” ત્યારે હું સમજતો'તો કે આ શું મોટો રોફ મારે છે ? હિરાબા : કોઈએય ના મરે, બધાય જીવે. આ ધણી મરી જાય તોય એ તો ખાય-પીવે ને બધું મઝા કરે. દાદાશ્રી : તમે તો ના જીવો ને ? હિરાબા હોવે, હુંયે જીવું. બધાય કંઈ કોઈ મરી જાય છે પાછળ? કોઈએ મરતું નથી. દાદાશ્રી : એમ ! હીરાબા : કોઈએય ના મરે. દાદાશ્રી : આ દુનિયા આવી ? હીરાબા ઃ અરે ! દુનિયા તો વળાવી ને પાછી પરણી જાય. હું વહેલી મરી જઉ તો સારું. હીરાબા ઃ હું વહેલી મરી જઉ તો સારું. દાદાશ્રી : એ તો પેલું લોકોએ કહેલું કે સૌભાગ્યવતી જવાય. તે હીરાબાને જોઈએ તો મારેય સૌભાગ્યવંતી ના જોઈએ, બળ્યું? સમજણ કેવી કે “સૌભાગ્યવતી જવાય તો સારું ! તે એ
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy