SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ જ્ઞાની પુરુષ (ભાગ-૨) ઊંઘ નથી આવતી હીરાબા ઃ ઊંઘ નથી આવતી, કેમ કરીને સૂવું? ઉધરસ ચડે છે. દાદાશ્રી : એ તો આમ આડા થઈને આમ આંખો મીંચીએ કે ભગવાનનું નામ દઈએ તો આવે પછી. નીરુમા : નથી આવતી એમને. સૂઈ જાય, પાછા બેઠા થાય, પાસા ફેરવે, ચેન નથી પડતું. દાદાશ્રી : બેઠા હી થાવ છો ? હીરાબા : હા. દાદાશ્રી : સૂવાનું નથી ફાવતું ? હીરાબા ઃ સૂવાનું નથી ગમતું ને ! પ્રશ્નકર્તા: બસ, આમ જ બેસી રહે છે, ટેકોય નહીં જોઈએ એમ. દાદાશ્રી : તકિયો મૂકી આપો છો ? પ્રશ્નકર્તા : ના, તકિયોય નહીં જોઈએ ને ! દાદાશ્રી : કેમ ? પ્રશ્નકર્તા : આમ જ બેસી રહે છે, બસ. દાદાશ્રી : તકિયા વગર ? હીરાબા : હા. દાદાશ્રી : મને તો ઊંઘ સમૂળગી આવતી જ નથી. મેં કહ્યું, “એ હીરાબા પાસેથી થોડી ઉછીની લઈ આવું, પણ તમે કહો છો કે “મને નથી આવતી.” એનું નામ જ પૈડપણ. નાનપણમાં બહુ ઊંઘ આવે અને ઘડપણમાં રિસાઈ જાય. હીરાબા : મને પહેલા તો ઊંઘ આવતી હતી.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy