SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ જ્ઞાની પુરુષ (ભાગ-૨) દાદાએ કેટલા સાચવ્યા હશે કે હીરાબા વિધિ કરે એકવાર પેપરવાળા કહે છે, તમારા તરફ પૂજ્યભાવ ખરો કે? મેં કહ્યું, “હું જ્યારે જઉ છું ને, ત્યારે એ વિધિ કરીને પછી બેસવાના.” અહીં કપાળ અડાડીને વિધિ કરીને પછી બેસવાનું. આ બધાએ જોયેલું છે. તે અમે કેટલા સાચવ્યા હશે કે એ વિધિ કરતા હશે ? કોઈ જ્ઞાનીની સ્ત્રીએ એમની પાસે વિધિ કરેલી નહીં. ત્યારે અમે કેવા સાચવ્યા હશે એમને, એ પરથી તમને સમજાય બધું ? (દાદા-હીરાબા સાથે વાતો કેટલા પુણ્યશાળી કે કોઈ કશું બોલે નહીં ! શરીરેય આપણું થાય કંઈ ? એ તો સારું છે, પુણ્યશાળી છો તમને એ પજવતું નહીં. લોકોને તો પજવે છે શરીર, બહુ પજવે. પેટમાં દુ:ખે, માથું દુઃખે, શ્વાસ ચઢે ને એવું બધું થયા કરે ને ! તમે તો બહુ પુણ્યશાળી ! એય પડી રહે છાનીમાની, બોલ બોલ કરે છે ! એવું બોલે મૂઆ. તમે તો પુણ્યશાળી છો, કોઈ અક્ષરેય બોલે નહીં. “હીરાબા હીરાબા હીરાબા....” તે કેવું પુણ્ય લઈને આવ્યા છે ! તમે જોયેલું નહીં લોકોનું ? હીરાબા : જોયેલું. દાદાશ્રી : આ બધું જોયેલું છે ને ! બેસી જા છાનીમાની, બેસી જા' એવું કહે. તે બધય એવું, આનું આ જ છે. પ્રશ્નકર્તા : ના, પણ એમને “મને આમ થાય છે કે મને તેમ થાય છે', એવું કશુંય નહીં. દાદાશ્રી : ના, એવું નહીં, કશી બૂમ જ નહીં ને ! પ્રશ્નકર્તા : એ કોઈ બહુ કહે ને, તો કહે, “આ ઢીંચણ થોડું દુ:ખે છે.”
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy