SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) છે. તે પલંગમાં ને પલંગમાં બેસી રહેવું પડે. તે બે મહાત્માઓ હતા આપણા, તે કહે, “અમે સેવામાં રહીશું એટલે રાત-દહાડો ત્યાં ને ત્યાં, જમે છેય ત્યાં ને ત્યાં રહે છે. પુણ્યશાળી માણસ હીરાબા, તે બધી પુર્વે ચોગરદમ ! પણ પછી પાછું મને કહે છે, “આમ બેસી રહેવાનું સારું લાગે ? હવે જ્ઞાન તો લીધેલું મારી પાસે. ફરીય લીધું હમણે. પણ એ જાગૃતિ એટલી બધી રહે નહીં ને ! તે પછી એમને બેઠા-બેઠા આનંદ થાય એવો રસ્તો ખોળી આપ્યો. પેલા ભાઈને મેં કહ્યું, “રોજ પાંચ-દસ કિલો છે તે ફૂટ લાવી આપવું.” તે બધા છોકરાને એકેકું એકેકું આપે. તે સાંજે આ પ્રયોગ કરે તે દોઢ કલાક ચાલે નિરાંતે. એટલે ખૂબ આનંદમાં ! એમાં રહે ને, ચિત્ત બધું. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ચિત્ત કંઈ લેવામાં ના રહે ને આપવામાં રહે ને ! અને આપતી વખતે હંમેશાં આનંદ થાય. દુનિયાનો નિયમ છે એવો કે તમે કંઈ પણ કારણ સિવાય જો સામાને આનંદ આપો એટલે તમને આનંદ હોય જ ત્યાં આગળ, રોકડો આનંદ હોય. એટલે આવું મેં કર્યું,
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy