SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] રહ્યા મામાની પોળમાં જ દાદાશ્રી : ના, હાથે સારું થાય તો પછી સૂઈ જજો તમારી રૂમમાં. હું મારી રૂમમાં તો સૂઈ ગયો. ૩૪૧ હીરાબા : એ ઘર તો હું ના મેલું, ભલે વાણિયાને ઊંચો કરું. દાદાશ્રી : એ તો ઊંચો જ છે ને ! છતાંય વાણિયો બહુ ખુશ છે એમના પર. ‘હીરાબાને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહે.’ હીરાબા : આ પાણી ખાતર તે વાણિયો બહુ બૂમાબૂમ કરે. મેં કહ્યું, ‘હું ઊભી રહું છું અહીં આગળ, ભરી લે.' ત્યારે પેલો ભરવા દે. પ્રશ્નકર્તા : પેલા ઉપરવાળા વાણિયા છે ને, તે પાણી ભરવા માટે બીજા બધાને કાઢે. એટલે બા કહે છે, ‘હું બોલું, એટલે પછી ભરવા દે.’ દાદાશ્રી : નહીં તો કાઢે ? વાણિયા સારા માણસ છે, માણસ સારા છે. ત્યાં નીચે રહેવાનું છે એટલે ત્યાં ફાવશે એમને. નીચે છે ને ! મેડે ચઢવા-કરવાનું નથી. પછી તમારે શું વાંધો ? બીજું શું જોઈએ ? હીરાબા : અરે, બીજું તો જોઈએ જ તો ! દાદાશ્રી : હવે તો બહુ ત્યારે કેટલાક કાઢવાના ? પંદર વર્ષ કાઢશો બીજા, વધારે કેટલા કાઢવાના ? હીરાબા : અરે હજુ તો સોળ રહ્યા, સત્તર વર્ષ, વીસ વર્ષ. દાદાશ્રી : સત્તર વર્ષ લખી લે અલ્યા ભઈ. તોંતેર થયા ને સાત ઉમેર. નીરુમા : વીસ કહે છે. દાદાશ્રી : વીસ ! હીરાબા : વીસ વર્ષ જીવવાનું છે. દાદાશ્રી : તો વીસનો આપણે હિસાબ રાખશું. બેંકમાં એટલા રૂપિયા મૂકી દઈએ, વીસ વર્ષના રૂપિયા બેંકમાં મૂકી દે. જ્યારે જેટલા રૂપિયા જોઈએ એટલા લઈ લેવાના. ܀܀
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy