SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] રહ્યા મામાની પોળમાં જ ૩૩૯ કહે, કે એ તો જોવાય નથી આવ્યા, કશું કરવા જ નથી આવ્યા. અમારા ઘરધણીને કહે કે “એય, બોલીશ નહીં.” એટલે આ દુનિયામાં તો ચાલ્યા જ કરે બધું, આવું ને આવું. આમ વ્યવહારથી તો ન ગમવું જોઈએ. વ્યવહાર ન હોવો જોઈએ. પણ હવે એ માણસ સારા હતા, એ આટલું લખી મોકલ્યું. પ્રશ્નકર્તા : દાદા, ભાદરણનું ઘર પણ નવું બાંધ્યું પછી આપ ક્યાં કોઈ દિવસ ત્યાં રહ્યા છો ? દાદાશ્રી : ભાદરણ મકાન બંધાયે દસેક વર્ષ થયા હશે. પણ તે તમે મને પૂછો કે દાદાજી, તમે આ મકાન ભોગવ્યું કેટલો વખત ? ત્યારે હું એક દહાડો સૂઈ ગયો નથી. જો બાંધ્યાનું ફળ ! શું ફળ તમે જોયું ? એક રાતેય ત્યાં સૂઈ ગયો નથી. કોઈ ફેરો દહાડે કલાક સૂઈ ગયો હોઈશ. આ બાંધ્યાનું ફળ તો જુઓ ! અને લોક મમતાથી ઘરા બાંધવા નીકળ્યા, મૂઆ. (દાદા-હીરાબા સાથે વાતો હીરાબા : ઘર તો જોઈએ ને ! ઘર વિના તો ના ચાલે. ઘરેય જોઈએ અને બધુંય જોઈએ. દાદાશ્રી : પણ તમે રહેતા તો છો નહીં. હિરાબા : ક્યાં ? દાદાશ્રી : ત્યાં (કોઠી ચાર રસ્તા). હીરાબા : તે અહીં રહીએ છીએ ને, ત્યાં શું કરવા જઈએ ? દાદાશ્રી : ના, તે ત્યાં તમે તો બંધાવનારા ! “ત્યાં ઘર જોઈએ મારે”, એવું કહેતા'તાને ? હીરાબા : ઝવેરબાએ તો મરતા સુધી સંભાયું, ઘર, ઘર. દાદાશ્રી : આ બધા કહે છે, તો અહીં (કોઠી) રહો. હવે તમારું ઘર અહીં છે ને !
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy