SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] હીરાબાના હાથે દાન ૩૩૧ લાખ થશે બેલેન્સ. આ તો ગઈ સાલની (૧૯૮૬ની) વાત. જો ત્યારે બે લાખ થઈ ગયા ને ? અમારે હીરાબા કહેતા હતા ને, તે અપાઈ ગયા. એની પાવતી હઉ આવી ગઈ. એટલે ઉપાય કર્યો ને ! હીરાબાના નામ ઉપર પાવતી કરી આપી. એથી અત્યારે અપાયા. પણ આ તો એમની હાજરીમાં થઈ જવું જોઈએ એવું નક્કી કરેલું એ થઈ ગયું. પૂરું કરી આપ્યું આ. પાવતી દેખાડી દીધી, બે લાખ સંઘને આપું છું. પછી વાંધો નહીં ને ! પછી આપીશું. અને હીરાબાને તે બધી જ એમની ને મારે વાતચીત થયેલી એ બધી જ પૂરી કરી. દરેક પૂરી કરી. આને દસ હજાર આપજો, આને ફલાણું આપજો. આને બીજું બધું આપજો એ. પછી પૈસા આપણે કરવાના શું ? આપણે તો આ આખું જગત આપણા છોકરાં ! બધી મિલકત હીરાબાની, મારી પાસે ચાર આતાય નહીં તે આ હમણાં બે લાખ હીરાબાના નામ પર આપ્યા મંદિરમાં. પ્રશ્નકર્તા : તમારા નામે આપવા'તા ને થોડાક. તમારા નામે એકાદ લાખ આપો ને બીજા. દાદાશ્રી : મારું નામ ! મારું નામ જ ક્યાં છે તે ? આવું શું બોલો છો તમે ? મારી પાસે ચાર આનાય નથી. એ બધી હીરાબાની મિલકત, મારે કશું લેવાદેવા નહીં. પ્રશ્નકર્તા તો અમારે હીરાબાને પકડવા પડશે. દાદાશ્રી : ના, તમારે તો અમને કહેવાનું, તમે જ્યારે માંગો ત્યારે આપી દઈશ. પ્રશ્નકર્તા : એ નથી કહેતો. દાદાશ્રી : એ મિલકત થોડી થોડી રાખી મૂકી હોય. પ્રશ્નકર્તા: ના... ના, એ નથી કહેતો. અમારે પૈસા જોઈતા હોય તો હીરાબાને પકડીશું.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy