SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) હીરાબા ઃ થોડા વર્ષથી ડાહ્યા દેખાય, તે ઘરેય ભૂલી ગયા. દાદાશ્રી : ના, ઘર ભૂલાતું હશે ? એ પેલા બધા સાંભળનારા બહુ આવે ને, તો ક્યાં બેસાડું પછી ત્યાં આગળ તે ? હીરાબા ઃ ક્યાં બેસાડે, પણ બેસાડે તો સાંભળનાર ઓછું કરો. દાદાશ્રી : ઓછું કંઈ થાય એવું નહીં ને ! આપણે કહીએ કે જતા રહો” પણ તે શી રીતે જતા રહે ? હીરાબા : “જતા રહો તો ના કહેવાય. દાદાશ્રી : હેં ? ના કહેવાય ને, એ તો ? હીરાબા ઃ એવું તો ના કહેવાય. દાદાશ્રી : તમે ખાનદાન માણસ, તમે ના કહો તો પછી હું શી રીતે કહું ? ના કહે એ. નીરુમા : બા, પેલું “દાદા ભગવાન કોણની વાત કરેલી એ યાદ છે કે તમે ભૂલી ગયા ? હીરાબા ઃ આ... નીરુમા : આ દેખાય છે એ કે બીજા ? હિરાબા : બીજા. નીરુમા : બીજા કયા ? હીરાબા : આ મહીં અંદર. નીરુમા : હં... આજે મેં એમને વાત કરી કે દાદા ભગવાન કોણ ? મેં કહ્યું, “દાદા ભગવાન કોણ કહો', તો એ કહે છે કે “આ દેખાય છે એની મહીં અંદર છે તે પ્રગટ.” દાદાશ્રી : અંદર પ્રગટ થયા છે, ચૌદ લોકનો નાથ ! હીરાબા ઃ ચૌદ લોકનો નાથ !
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy