SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] હીરાબાએ પણ સ્વીકાર્યા ભગવાન તરીકે ૩૧૯ પ્રશ્નકર્તા : પછી શું થયું, છેવટે બા માન્યા ખરા કે આપ જ્ઞાની છો, ભગવાન છો ? દાદાશ્રી : એ તો થોડા વખત પછી મેં કહ્યું, “ભગવાન એ ભગવાન છે, હું કંઈ ભગવાન છું ?” ત્યારે હીરાબા કહે, “તમે જ ભગવાન છો, નહીં તો આટલું બધું લોક આવતું હશે ? કંઈ અમથા આવે છે બધા? લોક ગાંડા છે બધા કે પાછળ ફરે તે ? તમે જ ભગવાન છો.” એવા એ, આમ કહે તો આમ ને આમ કહે તો આમ. પ્રશ્નકર્તા : એટલે આપે “બા”ની પ્રકૃતિ સમજીને એમને છંછેડ્યા નહીં ને કોઈ જાતનું દબાણ ન કર્યું તો “બા”ને જાતે જ પછી સાચી સમજણ પડી ? દાદાશ્રી : અમે દરેક પ્રકૃતિને પામી લીધેલી હોય. આમ ઓળખી જોઈએ, એટલે અમે દરેકની જોડે એની પ્રકૃતિ પ્રમાણે રહીએ. હીરાબા જોડે “હા' કહેવડાવી સવળી સાઈત કરાવે પ્રશ્નકર્તા ઃ આપ પ્રકૃતિ તો ઓળખી લો છો અને સાથે સાથે
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy