SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) મેં કહ્યું, “ચૂપ બેસ, શીખ, તને શિખવાડું છું. ઘરે બીબી હેરાન કરશે ત્યારે શી રીતે હેન્ડલ કરીશ ?” જ્ઞાની પુરુષ સંગે આડાઈ તીકળે સહેજે પ્રશ્નકર્તા ઃ આ આપે કહ્યું ને, એટલે હું જ્ઞાનમાં રહીને કરું, એ કઈ રીતે જ્ઞાનમાં ? દાદાશ્રી : જ્ઞાન જ રહે ને ! ‘આ’ કર્યા કરે, “અંબાલાલભાઈ, જ્ઞાન કંઈ ઓછું હીરાબાને પૈણેલું છે ? જુઓ ને પણ વગર મતભેદ વર્ષો કાઢ્યા ને ! અત્યારેય મતભેદ પડતા પહેલા ઊડાડી દઈએ છીએ. ફરી જ્ઞાન હઉ લીધું હમણે, નીરુબેને શિખવાડ્યું તે. પછી દાદા સપનામાં હઉ આવ્યા. પ્રશ્નકર્તા : એટલે આપ જ્ઞાની પુરુષ છો તો સામાની આડાઈ નીકળી શકે. દાદાશ્રી : વહેલી નીકળી જાય. નહીં તો માર ખઈ-બઈ, ખત્તા ખઈ-ખઈને નીકળે છે. ખત્તા ખાય ને ખત્તાના અનુભવ થતા જાય ને, તેમ તેમ નીકળતી જાય, કેટલાય અવતારે ! (દાદા-હીરાબા સાથે વાતો નીરુમા : દાદાએ પેલા વાસણો ને ખાંડના ડબ્બા ને બધું પાડી નાખ્યું હતું ને ? પેલા ડબ્બા પાડ્યા'તા એ કહો ને ! હીરાબા : ડબ્બા તો પેલા બાજુવાળા બેન ઉહેડ ઉખેડ કરે અને એ ફેંક ફેંક કરે. દાદાશ્રી : એ પાછું કહી દીધું ? મારી આબરૂ જતી રહેશે ? હીરાબા ઃ બધા જાણે છે ને, એમાં આબરૂ શી જવાની ? દાદાશ્રી : આબરૂ ના જાય ને ! હા, તે દહાડે તો મેં ડબ્બા-બબ્બા બધું ફેંકી દીધું'તું. ચાના ડબ્બા, ખાંડના ડબ્બા, બધુંય ફેંકાફેંક કરેલું. હજુ તમને યાદ છે એ બધું ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy