SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ જ્ઞાની પુરુષ (ભાગ-૨) અજ્ઞાનતામાં, અણસમજણમાં બોલે. એ તો કંઈ દા'ડો વળતો હશે ? આ રેલ્વેલાઈન નાખી પછી ઊખાડી નખાતી હશે ? ત્યારે રસ્તો કરવો પડે આપણે. એટલે પછી પેલા બૂચથી ના ચાલે, તો આંટાવાળો બૂચ મારવો. આંટાવાળો મારીએ એટલે પછી ઊખડી ના જાય ને મેં કેવું કહ્યું ? “માટલામાં કેક પડી છે. અત્યાર સુધી માટલાને ક્રેક નહોતી. હવે ક્રેક પડી તે ના ચાલે. પાણી નીકળી જાય એ તો.” પ્રશ્નકર્તા : દાદા, આ જે પ્રયોગ છે ને, એટલે દાનત બહુ ચોખ્ખી હતી. સિન્સિયર, મોરલ, આ શબ્દપ્રયોગ એ સમજાય પણ એનું પ્રેક્ટિકલમાં એ ના આવે... દાદાશ્રી : એ તારે જોડે ત્યાં સત્સંગમાં આવવું જોઈએ. પ્રશ્નકર્તા : ના, એટલે આપનું શું કહેવું છે એમાં ? દાદાશ્રી : એના માટે ક્ષત્રિય થવું પડે. છે વાણિયો ને ક્ષત્રિયની વાતો કરવા જાય. ક્ષત્રિયો સિન્સિયર હોય હંમેશાં. પ્રશ્નકર્તા ઃ નહીં, એટલે સિન્સિયર કેવી રીતે પુરવાર થઈ શકે ? સિન્સિયર એટલે શબ્દોમાં... દાદાશ્રી : મોરલ તો ઘણાં ઓછા હોય, પણ સિન્સિયર તો હોય જ. શું ? પ્રશ્નકર્તા કોને સિન્સિયારિટી કહેવાય ને કોને મોરાલિટી કહેવાય ? દાદાશ્રી : વણિક કોમ, જે વિચારશીલ કોમ છે, એ તો પોતાની સ્ત્રી જોડેય ના રહે સિન્સિયર. શું ? પ્રશ્નકર્તા : બરોબર, એવું જ હોય છે. દાદાશ્રી : એવું, એવું જ. આ અમદાવાદના શેઠ છે તે વીસ હજાર રૂપિયા એની વાઈફને જાત્રાએ જવું છે તો સાત વર્ષથી નથી આપતા, મિલમાલિક શેઠ !
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy