SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) દાદાશ્રી : હા, એમ જ થઈ રહ્યું છે ! એટલે સારા કામમાં ભેલાઈ જાય તો બહુ સારું ! નહીં તો બીજે રસ્તે ભેલાઈ તો જવાનો જ છે ને ! શું ? બગીચામાં બેસશે, ત્યાં આગળ વાતો કરશે, પેપરો વાંચશે, ગપ્પા મારશે, આમ ને આમ ભેલાઈ તો જવાના જ છે ને ! સારા રસ્તે ભેલાઈ જાય તો બહુ સારું. આ લોકોનું નાણું ગટરમાં જ જઈ રહેલું છે ને ! સારા રસ્તે તો કો'ક પુણ્યશાળીનું જાય ને ! ગટરમાં નાણું જાય ખરું ? પ્રશ્નકર્તા : બધું જઈ જ રહ્યું છે ને ! દાદાશ્રી : આ મુંબઈની ગટરોમાં તો બહુ નાણું, જથ્થાબંધ નાણું જતું રહ્યું છે. નર્યા મોહનું, મોહવાળું બજારને, હડહડાટ નાણું ચાલ્યું ! નાણુંયે ખોટું જ ને ! નાણુંયે સાચું નહીં. સાચું નાણું હોય તો સારા રસ્તે વપરાય. દાદા ભોળા કે ચોક્કસ ? પ્રશ્નકર્તા : હીરાબાને મેં પૂછયું તું કે દાદાએ ઘડિયાળ આપી દીધું'તું ? ત્યારે બા કહે, “હા, એ તો જે હોય બધું આપી આવે, ભોળા !' દાદાશ્રી હીરાબા કહે છે આવું. મેં એમને કહ્યું, “ના આપો મને, તમારી પાસે રાખો, તો પછી હું નહીં આપું.” પ્રશ્નકર્તા : દાદા, પણ મને ભોળા નથી લાગ્યા તમે. કાલે વાત સાંભળી એના પરથી ભોળા ના લાગ્યા મને. તમે ભોળા નથી, ચોક્કસ છો બહુ. દાદાશ્રી : ચોક્કસ, તમારા બધા કરતા વધારે ચોક્કસ. પ્રશ્નકર્તા : હા, તે છો. કારણ કે પુણ્ય ખર્ચવામાં તમે બહુ પાકા. બધું હીરાબા પર છોડી દીધું. એટલે હીરાબાનું વપરાય અને તમારું અકબંધ રહ્યું. દાદાશ્રી : પણ હીરાબાના પુણ્યને પૂરતો'તો હું એમનું પુણ્ય
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy