SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૨) પ્રાપ્ત ના થાય, એ તો બહુ મોટું ઈનામ છે. પુરુષોને થવું હોય તોય ના થવાય. સાડી પહેરવાથી કંઈ થઈ જવાય ? કપટ જોઈએ, કપટ. અને પુરુષને કંઈથી આવડે બિચારાને ? બિચારા ભદ્રિક લોક ! ૨૦૮ એક દહાડો મેં કહ્યું, ‘આ બીજી સ્ત્રીઓ જૂઠું બોલે પણ તમે તો...' તો કહે, ‘ના, અમેય બોલીએ. જોજો એવું માનતા, અમારામાં એ કપટ તો હોય જ. કપટ તો બધે જ.' મેં કીધું, આ ભોળા માણસો એવું નહીં રાખતા હોય. ‘એ તો અમને આવડે જ', કહે છે. ખોટા ભયને કારણે કરે કપટ પ્રશ્નકર્તા : દાદા, કેવું કપટ કરે ? દાદાશ્રી : એ કપટ એટલે, આપણે પૂછીએ કે ‘એ પેલી ક્યાં ગઈ ચીજ બધી ?” તે એ કો'કને આપી દીધી હોય ને, તો જૂઠું બોલે. ‘મને ખબર નથી, કોઈ લઈ ગયું લાગે છે' કહે. બસ આવું, બીજા કેવા કપટ ? બીજું આમાં કપટ કરવા જેવું શું છે ? હવે કોણ તમને વઢવાના હતા તે ? પણ આવું જ, નાની-નાની બાબતમાં ખોટું બોલે, જૂઠ્ઠું બોલે. એ હવે કંઈ વઢવાના નથી, પણ એ સ્વાભાવિક થઈ ગયેલું. કારણ કે હું જાણું ને, વાત-વાતમાં શાથી આવું ? હીરાબાને હું પૂછું કે “ક્યાં ગયા’તા ?' ત્યારે ગયા હોય આ બાજુ ને કહે, “આમ ગઈ’તી.’” પછી હું સમજું કે આ ભયને લીધે આમ બોલે છે. એ સ્ત્રીઓમાં આ ગ્રંથિ પડેલી હોય છે વગર કામની. હવે કશું આપણે વઢતા ના હોય, તોય ગ્રંથિ પડેલી હોય છે. એટલે કહે, ‘હું તો જાણતી જ નથી આ.' એટલે ફરી જાય એમ, ભયના માર્યા બીજું કશુંય નહીં, કે ‘મને કશું કહેશે.' બીજું કશું જોઈતું નથી, એ તો હું જાણું બધું. એનો વાંધોય નથી મને. રક્ષણ તો કરવું જ જોઈએ જરા, ના કરવું જોઈએ ? એમનો શો ગુનો ? પણ તે જ નબળું ખાતું. મેં કહ્યું, ‘કપટ નહીં તમારામાં.’ ત્યારે ‘થોડું એય ખરું' કહે છે.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy