SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] પતિ-પત્ની બેઉના ડિવિઝન જુદા ૧૭૩ તો કહે કે “તે દહાડે તમે પાંચસો નહોતા ખોયા ? તે બૈરી આપણી પર ચઢી બેસે તેના કરતા તો આપણે કહીએ જ નહીં તો શું ખોટું ? હું તો એવો ગઠિયો (પાકો) હતો કે જિંદગીમાં કોઈ દહાડો હીરાબાને ધંધાનું જાણવા દીધું નથી. કો'ક વખત ખોટ ગઈ હોય, તે લોકો આવીને તેમને કહે. તે પછી મને પૂછે તો હું કહું કે “ના, આ સાલ તો નફો સારો થયો છે.” પ્રશ્નકર્તા : તો એને કપટ ના કહેવાય, એ બનાવટ કરી ના કહેવાય ? દાદાશ્રી : બનાવટ નહીં, આ એમના હિતને માટે છે. મોટાભાઈના હાલ જોઈને શીખી ગયેલા અમારો કોન્ટ્રાક્ટનો ધંધો હતો મારા બ્રધરના વખતમાં, તે મારા ભાભી બહુ હોશિયાર હતા. એમના સેકન્ડ વાઈફ (બીજીવારના પત્ની) હતા, પણ એ હોશિયાર બહુ હતા. તે અમારા બે ભાઈનો હિસાબ માગે કે હમણે શું કમાણી ચાલે છે ને એ બધું ! આ સેકન્ડ વાઈફ એટલે અમારા મોટાભાઈ જરા માન આપતા, ફર્સ્ટ વાઈફને (પહેલીવારના પત્નીને) તો ગાંઠેલા નહીં. તે આ ભાભી મને કહે, “હિસાબ કહો ને ?” મેં કહ્યું, “આ વાત ક્યાંથી લાવ્યા આપણા ઘરમાં ? હિસાબ-બિસાબ સ્ત્રીઓએ ના મગાય. હું હિસાબ નહીં આપે. કોઈ પણ સ્ત્રીને, એ પછી ભણેલી હોય કે અભણ હોય, પણ હિસાબ આપવા હું તૈયાર નથી. અને હિસાબ હું લઈશેય નહીં, એવી કડકાઈ હું નહીં રાખું.” એટલે નાનપણમાંથી અમે જુદા થયા, તોય છે તે મેં હીરાબાને કહી દીધેલું. અને મને તો અહીં આગળ એ એમ કહે કે “આ સાલ ધંધામાં તમે ધ્યાન ના આપ્યું તેથી ખોટ આવી છે. તે આપણને પોષાય નહીં. શાથી ખોટ આવી એનું તમને એક્સપ્લેનેશન (ખુલાસો) આપવા માટે અમે તૈયાર નથી. અરે, અમે ભગવાનનેય ખુલાસો આપવા તૈયાર નથી. એટલા બધા અહંકારનું સેવન અમે રાખતા હતા. આ એક્ઝક્ટ વાત કહું છું, જે છે તે. એ અહંકાર જતો રહ્યો ત્યારે આ ડાહ્યા થયા !
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy