SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જ્ઞાની પુરુષ (ભાગ-૨) ગાતર ઢીલા થાય ત્યારે.. સ્ત્રી જુએ કે ગાતર ઢીલા પડ્યા છે? ગાતર ઢીલા સમજ્યા તમે? પ્રશ્નકર્તા ઘરડા થાય ત્યારે. દાદાશ્રી : જ્યારે માંદા થાય ને મહીં ઢીલા થઈ ગયા ને, પછી આપણે કહીએ, જરા આ શરદી થઈ છે, જરા સૂંઠ ઘસી આપ ને.” “અક્કલ વગરના, બરકત જ નહીં તમારામાં તો.” સાંભળવું પડે પછી. અને પહેલેથી સારું રાખ્યું હોય તો અત્યારે સાંભળવું ના પડે. ગાતર તો ઢીલા થવાના કે નહીં થવાના ? પ્રશ્નકર્તા : ગાતર તો ઢીલા થવાના. પણ એ તો ત્યારે જોઈ લેવાશે, અત્યારે તો આપણો રોફ રાખવામાં શું વાંધો છે ? દાદાશ્રી : એક ફેરો વહુ ટૈડકાવશે ને ત્યારે ખબર પડશે ! મને હઉ વહુએ ટૈડકાવેલો ત્યારે મને ખબર પડી. પ્રશ્નકર્તા : એ તો અત્યારે પણ ટૈડકાવે જ છે. દાદાશ્રી : પણ મને હઉ કૈડકાવેલો ત્યારે ખબર પડેલી કે આવું આ દુનિયા ચાલે છે ! હું તો બહુ પાવરવાળો હતો. મૂછ ઉપર લીંબુ ઠરે એવો માણસ હતો. પછી લીંબુ ઠર્યું નહીં એટલે મૂકેય કાઢી નાખી. વગર કામના રોફ મારીએ એનો શો અર્થ છે ? પ્રશ્નકર્તા : આપે લીંબુ ઠરાવવાનો પ્રયોગ કરેલો ? દાદાશ્રી : અમે મૂળ ક્ષત્રિય ખરા ને, એટલે અમારે જરા રોફ પાડવાની ટેવ ખરી. પુરુષે નોબલ રહેવું જોઈએ પ્રશ્નકર્તા : દાદા, આવું જ થાય છે, પુરુષે પહેલા વહુની ભૂલ કાઢી હોય તે વહુ હવે બદલો લે છે ને લાગ મળે ત્યારે પતિને ટૈડકાવતી હોય છે. *મૂછ ઉપર લીંબુ ઠરે એવો - મૂછનો આંકડો નમવા ન દે એવો *
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy