SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી. ૧૫૧ હું તમારી ખોડ કાઢે તો તમે મારી કાઢો ને ? હું કહું નહીં કોઈ દહાડો, કઢી ખારી થઈ ગઈ હોય તે ! હું તમારી ખોડ કાઢે તો તમે મારી ખોડ ખોળો ને ! હું તમારી કાઢું જ શું કરવા ? પાછો હુંય ખોડવાળો, પણ મારી ખોડ ખોળો એ મારાથી સહન ન થાય. મારું મગજ આકરું એટલે એના કરતા આપણે એવી વાતમાં ઊતરીએ જ શું કરવા ? ખોડ કાઢું ત્યારે ને ! મારો કાયદો સારો છે ને ? આપણે એક કાઢીએ ત્યારે એ બે ખોળવા ફરે. પ્રશ્નકર્તા ઃ આ છોકરાઓને એવું શિખવાડો. ખોડ કાઢવી જ નહીં, એટલે તમારી ખોડ ના ખોળે. દાદાશ્રી : હા, ત્યારે એ શિખવાડવા હારુ જ તો બોલું છું. હું ખોડ કાઢું ત્યારે હીરાબા પછી મારી ખોડ ખોળે ને ? એટલે એમને ખબર પડતા સુધી અમે રાહ જોઈએ. એમને પોતાને જ ખબર પડે, અમે શું કરવા ખોડ કાઢીએ બિચારાની ? એ કહે, “હં.. રોજ રોજ આ કરીએ, તે કો'ક દા'ડો ભૂલ થાય તોય બૂમો પાડે છે.” અને તે હું એવી ભૂલ કાઢે હીરાબાની, એટલે હીરાબા રાહ જોઈને બેઠા હોય, ‘આવી જાવ, મારા લાગમાં.” “આજ સાડા બાર વાગે કેમ આવ્યા છો ? લે ! રાતના સાડા બાર સુધી ! અત્યારે મોડે સુધી ? આવું અત્યાર સુધી હોતું હશે, આવું બહાર જવાનું ?’ હું સમજી જઉં કે આ પેલો બદલો લીધો. મેં કહ્યું, “આ તમારી વાત સાચી છે. આ ફેરે તો પેલા ભાઈબંધે છેતર્યો મને. હવે ફરી નહીં છેતરાઉ.' બદલો લે એ તો. માટે આપણે એમની ભૂલ ના કાઢીએ. વખતે બહુ ઈચ્છા થઈ હોય તો કહેવું કે “આજે લાડુ બનાવજે.” કહેવા માટે ના નથી કહેતો, પણ બીજી આડી-અવળી, અમથી-અમથી બૂમાબૂમ કરે કે “કઢી ખારી થઈ, ખારી થઈ’, તે બધું ગમ વગરનું છે. આ રેલ્વેલાઈન ચાલે છે, તેમાં કેટલી બધી કામગીરીઓ હોય છે ! કેટલી જગ્યાએથી નોંધ આવે, ખબરો આવે, તે એનું ‘ડિપાર્ટમેન્ટ’ (ખાતું) જ આવું જુદું. હવે તેમાંય ખામી તો આવે જ ને ! તેમ ‘વાઈફ'ના
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy