SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી... તોલીને નાખે, એ કંઈ એવું છે ? ત્યાં કંઈ વજનકાંટા રાખીએ છીએ આપણે ? આપણે સારું-સારું ખાવું જોઈએ, એ કઢી રહેવા દેવી જોઈએ. ૧૩૫ પણ આપણા લોક શું કરે છે કે કો'ક દહાડો કઢી ખારી થઈ ગઈ હોય, તેમાં પેલીની આબરૂ લઈ નાખે. ઘરમાં શું કરવા આ ડખલ કરું છું ? કંઈ ભૂલ ના થાય માણસની ? કરનારની ભૂલ થાય કે ના કરનારની ? પ્રશ્નકર્તા ઃ કરનારની. દાદાશ્રી : તો ‘કઠું ખારું છે' એવી ના ભૂલ કઢાય. એ કઢી બાજુએ મૂકીને આપણે બીજું બધું ખઈ લેવાનું. કારણ કે એને ટેવ છે કે આવું કંઈક એની ભૂલ ખોળી કાઢીને એને દબડાવવી. પણ તે આ બહેનોય કંઈ કાચી નથી. આ અમેરિકા આમ કરે, તો રશિયા આમ કરે. એટલે અમેરિકા-રશિયા જેવું થઈ ગયું આ, કુટુંબમાં, ફેમિલીમાં ! એટલે કોલ્ડ વૉર (ઠંડું યુદ્ધ) ચાલ્યા જ કરે નિરંતર મહીં. એવું નહીં, વન ફેમિલી કરી નાખો. એટલે હું તમને સમજાવીશ કે ફેમિલી તરીકે કેમ રહેવાય ! આ તો ઘેર-ઘેર કકળાટ છે ! પ્રશ્નકર્તા : અહીંયા અમેરિકામાં તો ઊંધું છે. આ બોમ્બાર્ડિંગ (દબડાવવાનું) છે તે અહીંયાથી નહીં પણ બહેનો તરફથી થાય. દાદાશ્રી : ના, એ તો કેટલીક જગ્યાએ આય થાય ને કેટલીક જગ્યાએ આય થાય. બેઉ સામાસામી, પણ આ રશિયા ને અમેરિકા જેવી જ વસ્તુ છે. કોલ્ડ વૉર ચાલ્યા જ કરે છે મહીં. જેતી એમને ખબર પડશે, તેવું ભૂંગળું વગાડવું નહીં કઢી ખારી થઈ, તે આપણે ના બોલીએ તો ના ચાલે ? ઓપિનિયન (અભિપ્રાય) ના આપીએ તો એ લોકોને ખબર ના પડે ? કે આપણે જ કહેવું પડે ? આપણે ત્યાં મહેમાન આવ્યા હોય ને, મહેમાનોનેય ખાવા ના દે. તે આપણે વળી એવા શું કરવા થઈએ ? એ ખાશે તો એમને ખબર નહીં પડે, તે વળી આપણે ભૂંગળું વગાડવું ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy