SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] ના ચલણિયું નાણું, રહીએ ગેસ્ટની પેઠ પ્રશ્નકર્તા : નથી. દાદાશ્રી : સો દહાડા આપણો એ હુકમ માને, પણ એક દહાડો ના માને એ ચલણ કહેવાય ? પ્રશ્નકર્તા : ના કહેવાય. દાદાશ્રી : આને ચલણ શી રીતે કહેતા હશે આ લોકો ? ખાલી રોફ જ મારે છે. પણ એક દહાડો ના માને તો રહ્યું શું ? એ ચલણ કહેવાય કે ? ૧૨૫ પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : તે મારે તો બે-ચાર જણ બેઠા હતા ને તે કહે, ‘આવું બોલો છો ? આટલા સરસ દેવી જેવા છે ને તમે આવું બોલો છો ?” મેં કહ્યું, ‘ના, તમને શિખવાડવા હારુ બોલું છું, બળ્યું ! તમે હિંમત કરો આવી.’ એમાં શું આબરૂ જવાની ? આ હેંડ લઈ જા ને આબરૂ ! છે કોની આબરૂ, તે એ આપણી લઈ લેવાના છે ? બધાનેય આનું આ જ છે ને, નહીં ? વગર કામનું માથે બોજા લઈ લઈને ફર્યા કરે છે ! પ્રશ્નકર્તા : પણ પેલો જરાક, જે સૂક્ષ્મ બેઠો હોય ને અહંકાર, કે સામાને બતાવીશું... દાદાશ્રી : ના, પણ આ જ્ઞાન સાંભળ્યું ને, એ જ્ઞાન કામ કર્યા કરે. આ અમારી પાસે જે જ્ઞાન તું સાંભળું છું, અમે જે રસ્તે ગયા તે રસ્તાનું જ્ઞાન તું સાંભળું છું, એ રસ્તો જ તારું કામ કાઢી નાખશે. આપણે ‘દાદા, આ તમારી પાછળ પાછળ આવવું છે' કહીએ. એટલે અમારો રસ્તો જ દેખાડી દઈએ ! દાદા-હીરાબા સાથે વાત નહીં ચલણ, છતાં ચલણ બન્નેતા નીરુમા : બા, તમારા બેમાં કોનું ચલણ વધારે હતું ? હીરાબા : દાદાનું.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy