SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] ઘી પીરસવામાં.. ૯૯ પછી ખૂબ વઢઢ્યો. મેં કહ્યું, “આ આવું ના ચાલે. એકદમ પાટિયું ઊંધું વાળી દેવાનું.” ત્યારે કહે, ‘હું કંઈ ઓછી તમારા ભાઈબંધને ઓછું મૂકવાની હતી ? હું આપત ને, ધીમે ધીમે આપત, તમે બહાર ઢોળી દેવડાવો એનો શો અર્થ ?” પછી મને કહેવા માંડ્યા, ‘તમે મારું બધાની વચ્ચે અપમાન કરી નાખ્યું.” સ્વભાવ છે એની પાછળ પ્રશ્નકર્તા : પણ, દાદા ઘી તો બગાડાય નહીં ને ? દાદાશ્રી : એ બધી વાત સાચી, પણ આ અમારા પટેલો શું કરે ? અમારે ત્યાં લગ્ન હોય ને, આ પટેલોના... તો એ શું કરે ? ઘીની વાઢી પીરસવા કોને મોકલે ? કે જેને કોઈ દહાડો એની જોડે ન ફાવતું હોય અને જે ઘી બગાડ કરે, એવા માણસને મોકલે. એટલે થોડું વધુ ઢોળાય તોય વાંધો નહીં, પણ લોકોના મનમાં એમ થાય કે નર્યું ઘી ઘી ઘી જ કરી નાખ્યું છે. એટલે વિરોધી માણસને મોકલે. અને તમે એ બગાડને ગણવા જાવ તે બગાડ નથી, એની પાછળ સ્વભાવ છે. એ શું કહે કે બગડવા ના દેવું જોઈએ, એવી એમની ઈચ્છા અને મારું કેવું કે આખી થાળી બગડવી જોઈએ. એટલે ખોટું મારું હતું આમાં. એમાં એમનો ઈરાદો ખોટો નહોતો. એ કહે છે, “હું બધું એમને ધરાઈને જમાડીશ પણ તમે તો બહુ ઉતાવળિયા, ધાંધલ-ધમાલ કરી નાખો.” અને મારે તો આ પાટિયું આમ કરવા જોઈએ. એટલે મારું મગજ તપી જાય. પણ તે આમ પાછું કેવું ? ધીમે રહીને આમ દદૂડી પડે. એ પોસાય નહીં ને ! મગજ આમ થઈ જાય. જ્ઞાન નહોતું ત્યારે બહુ થઈ જતું'તું એટલે હીરાબાય જાણે કે “બહુ વસમા માણસ આ તો ! આમની જોડે કંઈ પૈણ્યા ?” એવું થાય એમને. એમનું ડહાપણ હતું કે મારું ગાંડપણ એ તો પછી મોટી ઉંમરમાં સમજાયું કે એમનું ડહાપણ હતું ને મારું ગાંડપણ હતું. ધીમે ધીમે એટલે એમને જેમ જેમ જરૂર હોય, તેમ
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy