SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] મતભેદ નહીં ( ૫ પ્રશ્નકર્તા : આ વાત લૌકિકમાં લેવાની છે. અમે તો લૌકિકમાં છીએ ને ! દાદાશ્રી : હા, લૌકિકની જ વાત કરું છું, પણ એ ઓળખે નહીં ને ! ઓળખે તો ભૂલ થાય જ નહીં. પ્રશ્નકર્તા: હીરાબાને કઈ રીતે ઓળખ્યા તમે ? એવું શું કર્યું કે જેથી ઓળખાણ પડી ? દાદાશ્રી : પ્રકૃતિ કેવી છે તે બધું જોઈ લીધું. જોવાનો અભ્યાસ કરવા માંડ્યા, બધી પ્રકૃતિ કેવી છે તે અને મનુષ્ય, જીવમાત્ર પ્રકૃતિના આધીન છે, સ્વાધીન નથી. પ્રશ્નકર્તા: હીરાબાની ઓળખાણ તમને સાંઈઠમે વર્ષે પડી ? દાદાશ્રી: ઓળખાણ સાઠ વર્ષે પડી મહાપરાણે. તોય મહીં મતભેદ પડી જાય, નહીં ? તે દહાડે પછી મતભેદ પડી ગયો હતો ને ? આ જ્ઞાન થયું'તું તોય એક દહાડો મતભેદ પડી ગયો’તો. તે પછી બીજે દહાડે જઈને કહી આવ્યો, મેં કહ્યું, “હં, ભૂલ થઈ મારી કાલે.” ત્યારે કહે, “ના, તમારી શાની ભૂલ ? એમાં ભૂલ શાની ?” ઓળખાણ પડે તો આ ડખલ જ નથી. પત્ની ઓળખાય કેવી રીતે ? | મિત્રને ઓળખીએ છીએ સારી રીતે, તેય પૂરું નહીં પણ અમુક હદે ઓળખીએ છીએ. મિત્રની ઓળખાણ કરવાનો પ્રયત્ન શાથી કરીએ છીએ ? કે આપણે બંધન નથી ને ત્યાં બંધન બાંધવું છે. રિયલી સ્પીકિંગ (ખરેખર જોતા) બંધન નથી અને પ્રેમથી બાંધવું છે ને, તે બહુ ઝીણવટથી એને ઓળખ ઓળખ ઓળખ ઓળખ કરીએ છીએ. અને આ વાઈફને તો “માર બૂવું ને કર સીધું, ઓળખવાનો પ્રયત્ન જ નહીં. તે આ તો સાવ કંઈ ગાંડી હોય છે ? પ્રશ્નકર્તા : એ સમજાવો કે ધીમે ધીમે સૂક્ષ્મ રીતે પતિએ પત્નીને પ્રેમથી કેવી રીતે ઓળખવી ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy