SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૨) કે આ મેં હિસાબ ખોળી કાઢેલો. આમાં ખોટ શું, નફો શું, એમ ખોળી ખોળીને આગળ ચાલેલો છું. એટલે છેલ્લા ચાલીસ-પિસ્તાલીસ વર્ષથી મારા વાઈફ જોડે મતભેદ નથી. હું કંઈ આ લોકોની જેમ સાધુ કે એવો તેવો વૈરાગી નથી. હું તો વેપારી છું. પણ જ્ઞાની પુરુષ છું એટલે આ દેહનો માલિક સત્યાવીસ વર્ષથી રહ્યો નથી, કોઈ મિલકતનો માલિક રહ્યો નથી, કોઈ ચીજનો માલિક રહ્યો નથી. હું તો તમને બધાને આ કહું છું ને, તે મારી જાત ઉપર ટ્રાયલ લીધા વગર કહેતો નથી. બધી ટ્રાયલ લઈને પછી કહું છું. કારણ કે મારે વાઈફ જોડે જ્ઞાન નહોતું તોય ત્રીસ-બત્રીસ વર્ષ પછી મતભેદ નહોતો. મતભેદ એટલે ભીંતમાં માથું અથાડવું. ભલે લોકોને સમજણ નથી, મને પોતાને તો સમજણ પડી કે આ ઉઘાડી આંખે ભીંતમાં અથડાયો, મતભેદ પડ્યો એટલે ! હીરાબા નહીં પણ અમે થતા એડજસ્ટ મતભેદ પૂરું થઈ ગયો ને, એ જ ભગવાન થવાની તૈયારી. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : મતભેદ દૂફ થઈ જવું જોઈએ. ભીંત સાથે અથડાવું ને મતભેદ બેમાં ફેર નહીં. અંધારી રાતે બારણું ના જડે ને ભીંતમાં અથડાય, અહીંયા બારણું છે એમ જાણીને, એ ને આ મતભેદમાં ફેર નહીં. હા, ભાગીયા જોડે મતભેદ પડ્યો હોય તો જાણીએ કે બે સમજદાર અથડાયા, પણ સ્ત્રી જોડે મતભેદ કરાતો હશે ? એક બેલેન્સ અને એક આ આઉટ ઑફ બેલેન્સ એની જોડે મતભેદ કરાતો હશે ? આપણે ના સમજીએ કે આઉટ ઑફ બેલેન્સ છે આ. આપણે સમજવું ના જોઈએ ? આપણે તાળો મેળવી જોઈએ. આપણે એડજસ્ટ થવું જોઈએ. શું કરવું પડે ? પ્રશ્નકર્તા ઃ આપણે.. દાદાશ્રી : એ ના થાય. અમને હીરાબા ઘણા ફેરો એડજસ્ટ થતા
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy