SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ [3] મતભેદ નહીં જોડે રહેવાતું પણ મતભેદ નહીં અમારે તો ઘેર મારા વાઈફ છે, હીરાબા. તે આજ કેટલાય વર્ષોથી અમારામાં મતભેદ નથી કોઈ દહાડો, એ રૂપિયા નાખી દેતા હોય તોય હું એમ ના કહું કે આમ કેમ કર્યું ? પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલા પણ હીરાબા સાથે મતભેદ નહોતા કોઈ દિવસ ? દાદાશ્રી : હા, પહેલા થતો. પણ છેલ્લા પિસ્તાળીસ વર્ષથી નથી. તે બધા આજુબાજુવાળાય જાણે કે આમને કશો કોઈ દહાડોય મતભેદ નથી. રોજ જોડે રહેવાનું તોય મતભેદ નહીં, એ લાઈફ કહેવાય. કશો મતભેદ જ નહીં એવા વ્યવહારની લાઈફ કેવી સુંદર કહેવાય ! આજે અમારા ઘરમાં વાઈફ હજુ છે, જીવે છે. એમની જોડે મતભેદ નથી. પાડોશી જોડેય મતભેદ નહીં. પાડોશીઓનેય લાગે કે ભગવાન જેવા છે. કંઈ મનુષ્યપણું હોવું જોઈએ કે ના હોવું જોઈએ ? તમારો શો મત છે ? પ્રશ્નકર્તા : એ તો હોવું જ જોઈએ. દાદાશ્રી : અમારો વ્યવહા૨ આદર્શ હોય. પાડોશમાંય પૂછવા
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy