SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] દીકરો ને દીકરી, મહેમાન આવ્યા ને ગયા છોકરો ગયો ત્યારે મેં કહ્યું, ‘સચ્ચિદાનંદ.’ રહ્યો હોત તો વાંધો નહોતો. બેબીયે પૈણાવત નિરાંતે. ના, એ વાંધો નહોતો. ૫૧ પ્રશ્નકર્તા : તમને કેમ પપ્પો થવું નહોતું ગમતું ? દાદાશ્રી : ના, નહોતું ગમતું એવું નહીં. એટલે ડિસ્લાઈક (ના ગમતું) જેવું નહીં, તેમ લાઈક (ગમતું) જેવું પણ નહીં. જે હો તે, આપણી દુકાનમાં જે આવ્યા એ ઘરાક. જતા રહ્યા તોય ઘરાક. પ્રશ્નકર્તા : પણ જતા રહે ત્યારે હાશ લાગે ને ? જતા રહ્યા ત્યારે આપણે છૂટ્યા એવું લાગે ને ? દાદાશ્રી : ના, એવું નહીં. પ્રશ્નકર્તા : તો ? દાદાશ્રી : બંધાયેલા જ નહોતા, તો છૂટ્યા ક્યાંથી ? મને તો એવું લાગ્યું કે આ ગેસ્ટ આવ્યા'તા ને ગેસ્ટ ચાલ્યા ગયા. ગેસ્ટ આવે ને જાય. છોકરાં નહોતા તે લોકો ફરી પૈણાવવા તૈયાર થયા. છોકરાને શું કરવાનું છે તે ? ના આપ્યા હોય તો ભગવાનની પાસે પ્રાર્થના કરવા જેવી નથી અને આપ્યા હોય તો લઈ લે એવી પ્રાર્થના કરવા જેવી નહીં. શું બન્યું ? આ કુદરતી રીતે બન્યું છે. છોકરાં તો મહીં માગતું હોય તો રહે ને ? વગર માગતે ઊભા રહે ? માગતું હોય તો આવે કે ના માગતું આવે ? હિસાબ હોય તો આવે ને, હિસાબ વગર શી રીતે આવે ? પોતે મહા પુણ્યશાળી હોય તો બોલાવે તોય તા આવે ગેસ્ટ છે આ તો બધા. માંગતો, ઋણાનુબંધનો હિસાબ હોય ને તો આવે. હિસાબ વગર કોઈ આવે જ નહીં. અને મોટામાં મોટા પુણ્યશાળી એ કે જેને ઘેર પ્રજા બોલાવે તોય ના થાય. કારણ હિસાબ હોય, ચોપડામાં હોય તો આવે ને ! હિસાબ ચોખ્ખા કરતા કરતા આવ્યા હોય.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy