SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ છે. દાદાશ્રીએ હીરાબાને “કબીર પત્ની” સમ કહી એમના ગુણોને બિરદાવ્યા છે. દાદાશ્રીને જગત કલ્યાણ કાજે મુક્ત કરી આ જગત પર એમણે કરેલા ઉપકારને પણ વિસરવા યોગ્ય નથી. છેલ્લે બાની માંદગીના સમયમાં એમને અશાતા વેદનીય ના રહે અને શાંતિથી દેહ છૂટે એ કાજે દાદાશ્રી એમની દરરોજ વિધિઓ કરતા અને કહેતા કે આ જ અમારી એમના માટેની સેવા છે, બીજી દેહથી સેવા તો અમારાથી થાય એમ નથી પણ અમે આ રીતે સેવા કરીશું. આ શબ્દોમાં એમને દેહથી સેવા કરવાની અસમર્થતા પાછળ એમનો રહેલો ખેદ પણ એમની સિન્સિયારિટી દેખાડે છે. એમણે કરેલી વિધિઓના ફળ સ્વરૂપે હીરાબા સહેજ પણ અશાતા વેદનીય વગર સમાધિ મૃત્યુ પામ્યા ! હીરાબાનો દેહ છૂટ્યો ત્યારથી અગ્નિસંસ્કાર અપાયા ત્યાં સુધી દાદાશ્રીની સંપૂર્ણ વીતરાગ, દેહાતીત દશા વ્યવહારમાં સહુ કોઈને જોવા મળી હતી. જેનો થોડો ચિતાર અહીં એમની સાથે ત્યારબાદ થયેલા સત્સંગ રૂપે આપણને મળે છે, જેમાં દાદાશ્રી કહે છે કે અમને એ વખતે સમયે સમયે સમયસારનું જ્ઞાન હાજર રહ્યું હતું. એમની દૃષ્ટિએ ‘બળવાની વસ્તુ બળી ને ના બળવાની રહી ગઈ. એ તો કાયમના છે. મારા જ્ઞાનમાં કોઈ જીવતું-મરતું જ નથી.” આવી અસામાન્ય અધ્યાત્મ દૃષ્ટિધારક આવા પ્રસંગે અસરમુક્ત તો સહેજે રહે જ ને ! આ કળિકાળમાં “અસંયતિ પૂજા' નામનું ધી આશ્ચર્ય સર્જાયું. ગૃહસ્થ વેશે જ્ઞાની પ્રગટ્યા. એ તો આ કાળના લોકોનું મહાન પુણ્ય જ ગણાય કે જ્ઞાની પુરુષનું ગૃહસ્થ જીવન જોવા મળ્યું. આવા મહાન જ્ઞાનીના ગૃહસ્થ જીવન વિશેની સંપૂર્ણ વિગતો એમના જ સ્વમુખે જાણવી એ પણ એક અનેરો લહાવો છે. દાદાશ્રીને હીરાબાનો સંયોગ થયો ત્યારથી લઈને હીરાબાનો વિયોગ થયો ત્યાં સુધીના એમના ગૃહસ્થ જીવનની વાતોનું દાદાશ્રીના જ શબ્દોમાં પ્રસ્તુત ગ્રંથમાં સંકલન થયું છે. જેમાં આપણને એમનો આદર્શ વ્યવહાર, દરેક વ્યવહારમાં પોઝિટિવ દૃષ્ટિ, એમની એડજસ્ટમેન્ટ
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy