SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? (45) હાલના દાણા આચાર્ય ભગવંતો બ્રહ્માંડના આ સાંખ્યિકી ચિત્રને ખરેખર સમજતા નથી તેથી તેઓ વિજ્ઞાનને અસત્ય માની બેઠાં છે. અને વિજ્ઞાનીઓ બ્રહ્માંડના આ સાંખ્યિકી ચિત્રને સમજવા સમય આપતા નથી તેથી તે જૈન ભૂગોળ-ખગોળને અસત્ય માનતા હતા. ડૉ. જીવરાજ જૈનનું આ સંશોધન આ વિરોધાભાસનો નાશ કરે છે, તે સમજવું રહ્યું. આ બદલ હું આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિજીનો આભાર માનું છું. જો તેમણે મને ડૉ. જીવરાજ જૈનના આ સંશોધન કાર્યને સમજવા પ્રેરણા ન કરી હોત તો હું આ બાબતે જૈન ભૂગોળખગોળનો વિરોધ કરતો હોત. પણ હવે સ્પષ્ટ છે કે જૈન ભૂગોળ-ખગોળ પણ સાચી જ છે. હું હવે જૈન ભૂગોળ-ખગોળ સાથે સંમત છું, જે આધુનિક વિજ્ઞાનને બીજી રીતે, પર્યાય રીતે સમજાવે છે. જો કે આચાર્ય ભગવંતોએ આ હજારો વર્ષ પહેલાં આપણને સમજાવ્યું છે. આ જ રીતે આધુનિક વિજ્ઞાન વેદો, ઉપનિષદો અને પુરાણોમાં રજૂ થયેલ જ્ઞાનને સમજાવે છે અને તેને ટેકો આપે છે. વિજ્ઞાન તો સાચું છે પણ વિશ્વસ્તરે સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે જૈન ભૂગોળ-ખગોળ પણ એટલાં જ સાચા છે. પ્રોફેસર જે. જે. રાવલ અધ્યક્ષ, ધી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી, મુંબઈ
SR No.034299
Book TitleIs Jain Geography Astronomy True
Original Sutra AuthorN/A
AuthorNandighoshsuri, Jivraj Jain
PublisherResearch Institute of Scientific Secrets from Indian Oriental Scripture
Publication Year2019
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy