________________
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
111 ક્ષેત્ર માટે ભરતક્ષેત્રથી ઉલટી દિશા છે. તે ક્ષેત્રો માટે ભરતક્ષેત્રની પશ્ચિમ દિશા પૂર્વદિશા બને છે અને પૂર્વ દિશા પશ્ચિમ દિશા બને છે, તો મેરૂ પર્વતની દિશા ઉત્તર અને લવણ સમુદ્ર તરફની દિશા દક્ષિણ બને છે. તેવું જ પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ માટે છે. જંબૂઢીપની ચારે દિશામાં આવેલ લવણ સમુદ્ર દરેક ક્ષેત્ર માટે દક્ષિણ દિશામાં જ હોય છે અને મેરૂ પર્વત ઉત્તર દિશામાં જ હોય છે. તેથી જ શ્રીભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે “સદ્ધેસિં ઉત્તર મેરૂ” આ શાસ્ત્રીય વર્ણન લોકના સાંખ્યિકી ચિત્રને અનુરૂપ છે અને તે સત્ય છે. ક્ષેત્રની બતાવવામાં આવેલ દિશા સાંખ્યિકી પદ્ધતિની દિશા છે. જ્યારે વાસ્તવિક દિશા અવકાશમાં જે તે વ્યક્તિ કે ક્ષેત્રથી સાપેક્ષ હોય છે. બ્રહ્માંડમાં અત્ર તત્ર ફેલાયેલી નિહારિકાઓમાંથી કોઈપણ નિહારિકામાં રહેલ પૃથ્વીનું સ્થાન નક્કી કરવું બહુ કઠીન કાર્ય છે. અને સામાન્ય બુદ્ધિથી પણ અસંખ્ય તારાઓની વચ્ચે કોઈ પૃથ્વીનું સ્થાન શોધવું વ્યાવહારિક રીતે પણ નિરર્થક છે. જો કે ભરતક્ષેત્રની સમકક્ષ ભૌગોલિક પૃથ્વી પોતાની ધરી. ઉપર અને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તેથી તેની અંદર લાવારસ અને વિભિન્ન ખનિજ પદાર્થો સિવાય નરક વગેરે કશું જ નથી. તે રીતે અન્ય જે પૃથ્વીઓની વાત કરી તે વર્તમાન પૃથ્વી આસપાસ ઉપર નીચે કોઈપણ દિશામાં હજારો કે લાખો પ્રકાશવર્ષ દૂર હોઈ શકે છે, જ્યાં જવું આપણા વિજ્ઞાનીઓ માટે શક્ય નથી. સાંખ્યિકી પદ્ધતિ અનુસાર આ પૃથ્વીઓ એક બીજા સાથે જોડાયેલી બતાવી છે પરંતુ સાંખ્યિકી પદ્ધતિની મર્યાદા જોતાં તે વાસ્તવમાં આપણી નિહારિકાઓમાં યત્ર તત્ર છૂટીછવાયી રહેલી છે. તે એક બીજા સાથે જોડાયેલી નથી.