________________
55
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ જૈન દર્શન અનુસાર બ્રહ્માંડ ચૌદ રાજલોકના સ્વરૂપમાં અવસ્થિત છે. તેનો આકાર સુપ્રતિષ્ઠક અર્થાત્ ત્રિશરાવ સંપુટ જેવો દર્શાવેલ છે. અર્થાત્ શરાવ એટલે કે કોરું. તે ઉલટું મૂકવું, તેની ઉપર છતું કોરું મૂકવું અને તેની ઉપર ઉલટું શકોરું મૂકતાં જે આકાર થાય તેને ત્રિશરાવસંપુટ કહે છે. તે આકારને સુશોભન સ્વરૂપે કમર ઉપર બે હાથ રાખી, બે પગ પહોળા કરી ઊભા રહેલ પુરૂષના આકારમાં ચિત્રાંકિત કરવામાં આવ્યો છે. લોકનું આ સ્વરૂપ લગભગ ચારે ફિરકામાં માન્ય છે. ફક્ત દિગમ્બર પરંપરામાં શ્વેતાંબર પરંપરા કરતાં સહેજ અલગ સ્વરૂપ છે. શ્વેતાંબર પરંપરામાં ગોળાકાર સ્વરૂપમાં ચોદે રાજ લોક દર્શાવેલ છે. જ્યારે દિગંબર પરંપરામાં ઉત્તર-દક્ષિણ સાત રાજલોક પહોળાઈ દર્શાવી છે. તેનું કારણ જૈન દષ્ટિએ બ્રહ્માંડનું ઘનફળ ૩૪૩ રજૂ અથવા રાજલોક બતાવ્યું છે પૂર્ણ કરવા માટે જૈન લોકના સ્વરૂપને છેક ઉપરથી નીચે સુધી ઉત્તર-દક્ષિણ સાત રાજલોક લાંબો દર્શાવ્યો છે. જો કે તેરાપંથી વિદ્વાન પ્રો. મુનિશ્રી મહેન્દ્રકુમારજીએ પોતાના પુસ્તક 'વિશ્વ પ્રહેલિકા'માં આધુનિક ગણિતની મદદથી શ્વેતાંબર પરંપરાના લોકનું કદ પણ ૩૪૩ રાજલોક સિદ્ધ કરી બતાવેલ છે. તેથી આ તફાવત નગણ્ય છે. અને બીજો તફાવત એ છે કે લોકને અલોકથી અલગ બતાવવા માટે લોકો વાતવલય થી વેષ્ટિત બતાવ્યો છે. જ્યારે શ્વેતાંબર પરંપરામાં ચૌદ રાજલોકને અલોકાકાશથી અલગ બતાવવા કશું આવરણ દર્શાવ્યું નથી. આ અદશ્ય સ્વરૂપે વિભાજન થયેલ છે. કોઈ પણ જાતના પૌદ્ગલિક દિવાલ કે આવરણ દ્વારા લોક અને અલોકને અલગ પાડવામાં આવ્યા નથી. માત્ર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના અસ્તિત્વ અને અભાવ દ્વારા જ લોક અને અલોકને અલગ કરેલ બતાવ્યા છે