________________
44
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? માટે જ્યોતિષશાસ્ત્રનો રાહુ અને જૈન પરંપરાના નિત્ય રાહુ અને પર્વ રાહુને કોઈ સંબંધ નથી. તો પ્રશ્ન એ થાય કે રાહુ કેટલા? બે કે ત્રણ ? જો કે આધુનિક ખગોળશાસ્ત્ર રાહુ-કેતુને ગ્રહ તરીકે સ્વીકારતા નથી પરંતુ સૂર્યની આસપાસ પૃથ્વીની ભ્રમણકક્ષા અને પૃથ્વીની આસપાસ ચંદ્રની ભ્રમણકક્ષાના છેદબિંદુ તરીકે સ્વીકારે છે, જેને અંગ્રેજીમાં Moon's Node કહે
અલબત્ત, જ્યોતિષશાસ્ત્રમાં રાહુ કેતુને ગ્રહના બદલે છાયાગ્રહ કહે છે પરંતુ છાયાગ્રહનો મતલબ શું, તે કોઈને પણ ખબર નથી. આધુનિક ખગોળશાસ્ત્ર પ્રમાણે ચંદ્રની કળાઓનું કારણ ચંદ્રનું પૃથ્વીની આસપાસ થતું પરિભ્રમણ છે. ચંદ્ર પરપ્રકાશિત છે અર્થાત્ ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે અને તે પરાવર્તિત થઈ પૃથ્વી સુધી પહોંચે છે. તેથી ચંદ્રનો સૂર્ય તરફનો ભાગ પ્રકાશિત દેખાય છે. અમાસના દિવસે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે તેથી તેનો પ્રકાશિત ભાગ સંપૂર્ણપણે સુર્ય તરફ હોવાથી અને પૃથ્વી તરફ અપ્રકાશિત ભાગ હોવાથી ચંદ્ર દેખાતો નથી. જેમ જેમ સૂર્યથી ચંદ્ર દૂર થતો જાય તેમ તેમ ચંદ્રનો પ્રકાશિત