________________
૫૧
ત્રણ ગણી ટીકા
એક વિખ્યાત સમાજસેવક. રાતદિવસ સેવાકાર્ય કરે, પરંતુ જગત સાચા અને સારા માણસો પ્રત્યે પણ દયાળુ નથી.
આ સમાજસેવકની કેટલાક લોકો ટીકા કરે. કોઈ એને છૂપોરુસ્તમ બતાવે. કહે કે એના ચાવવાના અને બતાવવાના જુદા છે.
કોઈ વળી એના વિશે અવનવી વાતો ઉડાડે. કોઈ એને પ્રતિષ્ઠાનો મોહી બતાવે, તો કોઈ એને ચારિત્ર્યનો પામર કહે,
આવી કેટલીય ટીકાઓ થવા છતાં સમાજસેવક તન્મયતાથી પોતાનું કામ કર્યે જાય. કશાની પરવા ન કરે. નિંદા સાંભળે એટલે હસી કાઢે.
કોઈએ સમાજસેવકને પૂછ્યું કે, “તમારી આટલી સખત ટીકા થાય છે છતાં કેમ તમારા પેટનું પાણી હાલતું નથી ?
156
ઝાકળભીનાં મોતી
કોઈ મારી આવી ટીકા કરે, તો તો હું અકળાઈને એને મારી બેસું પણ તમે તો એનીય સાથે હસીને વાત કરો છો. આનું રહસ્ય શું ?”
સમાજસેવકે એનું રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, “જરા તમારી એક આંગળી મને દેખાડજો.”
પેલી વ્યક્તિએ પોતાની એક આંગળી સમાજસેવક સામે ધરી. સમાજસેવકે કહ્યું, “જુઓ ! તમારી એક આંગળી મારી તરફ છે તો બાકીની ત્રણ આંગળીઓ તમારી તરફ છે. આનો અર્થ એટલો કે જ્યારે કોઈ એક આંગળી સામે કરે છે
તો એની જાણ વગર જ ત્રણ આંગળીઓ પોતાના તરફ બતાવે છે. કોઈની તરફ આંગળી કરી એ નિંદા કરે છે તો એનાથી ત્રણ ગણો પ્રહાર એના પોતાના પર કરે છે. જે જીભનો દુરુપયોગ કરી જાત પર ત્રણ ગણો પ્રહાર કરતી હોય એ વ્યક્તિ તરફ ગુસ્સો ન હોય. એની તો મને દયા જ આવે છે.”
આ વાત સાવ સાચી છે; કારણ કે જે પોતે જીવનના માર્ગ પર ચાલી શક્તો નથી, એ જ બીજાના રાહમાં કાંટા વેરે છે. પોતે તરી શક્તો નથી એ જ બીજાને ડુબાડવાની કોશિશ કરે છે. જે ઊંચે ચડી શકતો નથી એ જ બીજાને
157