SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ * ઝાકળભીનાં મોતી ❖❖❖ શાંત પાડવાના છે. એની ભડભડતી જ્વાળાઓને ધીરજથી ઠારવાની છે. આ માટે મનને જાણવાની અને પામવાની ધીરજ જોઈએ. ધીરજ એ મનની કેળવણી છે અને સાચી સમજ મનને કુમાર્ગે જતું અટકાવે છે. - ◆◆◆◆◆◆ 152 ....... ૫૦ ‘હું’નો સંસાર એક સમ્રાટને પરમાત્મા પામવાની ઝંખના જાગી. એણે સત્તા છોડી, રાજ્ય તજ્યું, સઘળી સંપત્તિનું દાન કર્યું. ગરીબ ભિખારી જેવા વેશમાં એ જંગલમાં આવ્યો અને ત્યાં વસતા તપસ્વી મહાગુરુના આશ્રમમાં રહેવા લાગ્યો. મહાગુરુએ એને તદ્દન વિચિત્ર કામ સોંપ્યું. એનું કામ આશ્રમનો કચરો એકઠો કરી દૂર ફેંકી આવવાનું હતું. આશ્રમવાસીઓને મહાગુરુની આ વાત ઘણી નિર્દય જણાઈ. જેણે પરમાત્મા પામવા કાજે સઘળી સંપત્તિનો ત્યાગ કર્યો, એને કંઈ આવું કામ તે સોંપાતું હશે ? કોઈએ મહાગુરુને વિનંતી પણ કરી કે આ સમ્રાટને બીજું કંઈ કામ આપો તો સારું. ત્યારે મહાગુરુએ કહ્યું કે, “સમ્રાટ પોતાની સઘળી સત્તા લઈને જ આવ્યા છે. એની પૂરી પરીક્ષા થયે હું એમને બીજું કોઈ કામ સોંપીશ.” 153
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy