________________
$$$$$$$$$ ઝાકળભીનાં મોતી 88888888 માનવીઓની લડાઈમાં આપણે ખુવાર થઈ જઈશું. હજી બચવાની તક છે.”
આ વાત સાંભળીને બંને ગીધ ખડખડાટ હસી પડ્યાં. એ વૃદ્ધ અને અનુભવી હતાં. એ બંનેએ એવી ઠાવકી ભાષામાં
$$$$$$ ઝાકળભીનાં મોતી
કે પ્રતિષ્ઠા કરે છે. અને આને પરિણામે જ સતત અલ્પવિરામ, સર્વત્ર વિસંવાદ જોવા મળે છે.
ગીધ પરિવર્તનને પારખી ન શક્યા. માનવી પણ ક્યાં આ પરિવર્તનને ઓળખે છે ? એ તો ભૂતકાળનો દોર લઈને ચાલે છે. પરિણામે પરંપરાને જ પરમ અને ચરમ બાબત ગણી ઊંડા ખાડા માં જીવન વ્યતીત કરે છે. પરિવર્તનને પામવા અને પારખવા માટે વિશિષ્ટ દ્રષ્ટિ જોઈએ.
કહ્યું,
“અરે દયાવાન ! યુદ્ધ એ તો અમારે માટે સોનેરી અવસર છે. માનવીનું યુદ્ધ અને તેનું મોત એ તો અમારે માટે મહેફિલ છે.”
બીજા વૃદ્ધ ગીધે કહ્યું, “તે અમારાં શાસ્ત્રો ક્યાંથી વાંચ્યાં હોય ? અમારાં શાસ્ત્રોમાં તો લખ્યું છે કે ગીધની સુખાકારી માટે જ ઈશ્વર માનવીને યુદ્ધમાં ધકેલે છે. યુદ્ધ અને માનવી એ બંને બાબત ઈશ્વરે ગીધને માટે સર્જી છે.”
ભાગી નીકળવાની સલાહ આપનાર નીચા મોઢે પાછો ફર્યો. થોડી વારમાં યુદ્ધની મોજ માણવા ગીધ પાંખો ફેલાવીને આકાશમાં અહીતહીં આનંદભેર ઘૂમવા લાગ્યાં. પરંતુ એવામાં બૉમ્બ પડ્યા. એમના અવશેષ પણ શેષ ન રહ્યા.
સ્થિતિસ્થાપકતાની ભૂમિ પર જીવનના કલહ અને કંકાસનાં બીજ રોપાય છે. માનવીની કૃપમંડૂપતા જ એને વિચારથી અંધ બનાવે છે. એના જીવનના અનુભવો જડ માન્યતાનું રૂપ લે છે. એના તરંગી ખ્યાલોની આદશ તરીકે
$$$$ 146 $$$$$