________________
T
ફરિયાદ કે ઘન્યવાદ
ઝાકળભીનાં મોતી $$$$$$? પેલા યુવકને આશ્ચર્ય થયું. એણે હીલ-ચેરમાં બેઠેલા માનવીને પૂછ્યું,
“અરે દોસ્ત ! મને હમણાં જ ઠોકર વાગી અને મારું મન ઈશ્વર પ્રત્યે ક્રોધથી ભરાઈ ગયું. પણ તું કોઈ અજબ છે. તારા બંને પગ કપાઈ ગયા છે અને તેમ છતાં તું હસતો હસતો ગીત ગાય છે. ”
પેલા અપંગ માનવીએ કહ્યું, “અરે ! હું તો ઈશ્વરનો આભાર માનું છું. હજી મારા બાવડામાં પૂરી તાકાત છે. મેં તો એવા માણસો જોયા છે કે જેમના બંને હાથ અને બંને પગ કપાઈ ગયા હોય, પગ કપાઈ ગયા તેથી શું ? બંને હાથ બાકી છે. બંને આંખો બાકી છે અને બીજું બધુંય બાકી છે. મારા પગ છીનવાઈ ગયા એ માટે ઈશ્વર પર ક્રોધ કરું કે આટલું બધું રહેવા દીધું માટે એનો પાડ માનું ? હું તો આટલું બધું આપવા માટે પરમેશ્વરને પરમ ઉપકારી માનું છું.”
એક યુવાનને હૉસ્પિટલમાં દાખલ થતાં ઠોકર વાગી. અંગૂઠામાંથી લોહી વહેવા માંડ્યું. અંગૂઠાનો નખ ઊખડી ગયો.
યુવાને માંડ-માંડ પાટો બાંધ્યો, પણ મનોમન ઈશ્વર તરફ ગુસ્સે થયો. એને થયું કે આ પરમાત્માયે કેવો ? પોતે કોઈ દુઃખીની ખબર લેવા આવ્યો અને પોતાને જ દુઃખી બનાવી દીધો. હવે કેટલી મુશ્કેલી પડશે ?
યુવકે વધુમાં વિચાર્યું કે આ ઈશ્વર કશું સમજતો લાગતો નથી. બીજા તરફ સહાનુભૂતિ બતાવવા જનારને અહીં સહન કરવું પડે છે.
આમ મનોમન પરમાત્માની નિંદા કરતો યુવક લિફ્ટમાં બેઠો. લિફટમાં જોયું તો હીલ-ચેરવાળો એક માણસ બેઠો હતો. એના બંને પગ કપાઈ ગયા હતા. તેમ છતાં એના ચહેરા પર હાસ્ય હતું. મસ્તીથી કંઈક ગણગણી રહ્યો હતો. $$$$$$$$$$$ 142 $$$$$$$
આ પ્રસંગનો મર્મ એ છે કે માનવી ફરિયાદથી જીવવા માગે છે કે ધન્યવાદથી જીવવા માગે છે ? કેટલાકને સદા ફરિયાદ કરવી ગમે છે. કેટલાક ઈશ્વરે જે આપ્યું તે બદલ તેનો ઉપકાર માને છે.
શું કરવું એ તો માણસની મરજી પર આધાર રાખે છે.