SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ફફફ ફફફ ઝાકળભીનાં મોતી જ એ વૃદ્ધ હતા, બંગાળી સામયિક પ્રવાસી'ના સુપ્રસિદ્ધ સંપાદક સ્વ. રામાનંદ ચટ્ટોપાધ્યાય. ]ি સત્યનો ઘક્કો - - - - - - - પ્રસંગનો મર્મ એ છે કે જીવન જીવવાના બે માર્ગ છે : એક પ્રલોભનનો અને બીજો સચ્ચાઈનો. વ્યક્તિના જીવનમાં ડગલે ને પગલે એક યા બીજા રૂપે નિત નવાં પ્રલોભનો આવે છે. આ પ્રલોભનોનું રૂપ એવું તો સોહામણું હોય છે અને એનું આકર્ષણ એટલું તો મોહક હોય છે કે મક્કમ મન વિનાનો માનવી પ્રલોભનોમાં વીટાઈ જાય છે. પ્રલોભનું કઠી સંતો પી હોતાં નથી. એક મળ્યું એટલે બીજાની લાલસા જાગે. એકની અનધિકાર પ્રાપ્તિની સાથોસાથ અનેક અયોગ્ય પ્રાપ્તિની ઝંખના જાગે. સાચાં મૂલ્યોમાં શ્રદ્ધા રાખનારને ડગલે ને પગલે પ્રિલોભનનો સામનો કરવાનો હોય છે. જેને જીવન કંડારવું હોય છે એણે પ્રલોભનનો પડકાર સતત ઝીલવાનો હોય છે. જીવન આડેધડ જીવનારને તો સદા પ્રલોભનો લલચામણાં લાગે છે. પત્રકાર શ્રી રામાનંદ ચટ્ટોપાધ્યાયે ઉપકારનો બદલો લેવા આવેલા યુવકને સાવ સાચી વાત કહી. દાન કે ઉપકાર એ બીજાને માટે નથી, પરંતુ પોતાના આત્માના આનંદ માટે છે. દાનની જાહેરાત થાય તો ત્યાગને બદલે ગર્વ આવે છે. જ્યારે ઉપકાર કહેનાર માનવી જેવો અપકારી બીજો કોઈ નથી. એક યુવાન રામકૃષ્ણ પરમહંસની અનન્ય સેવા કરે. - રાત જુએ, ન દિવસ જુએ. એ યુવાન ઘણો ધનવાન હતો. એને થયું કે આવા સંતના ચરણે સંપત્તિ ધરી દઈએ એમાં જ સંપત્તિની સાર્થકતા છે. આ યુવાન શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યો. એમના ચરણોમાં એક હજાર સુવર્ણમુદ્રા ભેટ ધ રી. રામકૃષ્ણ પરમહંસે પેલા યુવાનને આદેશ આપતાં કહ્યું, આ કચરો ગંગામાં નાખી આવો.” યુવાન વિમાસણમાં પડચો, પણ એ કરેય શું ? સ્વામી રામકૃષ્ણ પરમહંસની આજ્ઞા ઉથાપી શકે તેમ નહોતો. યુવક દોડ્યો. ગંગાકિનારે આવ્યો. બધીય સુવર્ણમુદ્રાઓ એકસામટી નાખવાની એની હિંમત ચાલી નહિ. એક-એક મુદ્રા ગણીને ગંગામાં પધરાવવા લાગ્યો. ફફફફ ફફફફ 137 ઉફફફ ફફફ ફફફક
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy