________________
છે કે ઝાકળભીનાં મોતી
છે માંજી નાખું છું. સવારે ઊઠું ત્યારે રાત્રિ દરમિયાન એ વાસણો પર જે ધૂળ ચડી હોય તે સાફ કરી નાખું છું. વાસણ ચોખ્ખાં રહે તે જોવાનું કામ ચોકીદારનું છે. આથી જ એની ચોખ્ખાઈનો પૂરેપૂરો ખ્યાલ રાખું છું.”
જિ$tજુને ચોકીદારના આ ઉત્તરમાંથી કશું વિશેષ જાણવા ન મળ્યું. એ નિરાશ થઈને યોગીની પાસે પાછો ફુર્યો અને યોગીને બધી વાત કરી. અંતે બોલ્યો, “એ ચોકીદારના જીવનમાં એવું કશું નહોતું, જે મને સાચો માર્ગ બતાવી
131
ખાલી પેટ અને ભરપેટ
શકે. ”
એની વાત સાંભળીને યોગીરાજ ખડખડાટ હસી પડ્યા. એમણે કહ્યું, “અરે ભાઈ ! એના જીવનમાંથી જે જાણવાનું હતું તે તમે જાણ્યું છે ખરું, પરંતુ તેનો ખરો અર્થ પામી શક્યા નથી. રાત્રે એ વાસણ માંજે છે અને ફરી સવારે એને ધુએ છે, એમાં જ જીવનનું ખરું રહસ્ય છુપાયેલું છે. રાત્રે તમે તમારા મનને બરાબર માંજી દો અને સવારે ફરી એને ધોઈ નાખો. એના પર સહેજે ધૂળ રહેવા દેશો નહિ. આમ કરશો તો ચિત્ત નિર્મળ બનશે. અને આ જ છે જીવનનો સાચો માર્ગ !”
એક નાનકડા ગામના લોકોએ સહુની સહિયારી મદદથી એક મંદિર તૈયાર કરવા માંડ્યું. કોઈ ઈંટ લાવે, કોઈ ચૂનો પીસે, કોઈ પથ્થર ઘસે, તો કોઈ માટી નાખે.
આમ બધાના સહિયારા શ્રમ થી મંદિર તૈયાર થવા લાગ્યું. સહુને એ મંદિર ઉપર પ્રેમ જાગ્યો, કારણ કે એમાં પોતે પસીનો પાડ્યો હતો.
એક દિવસ સવારે ગામનો એક માનવી નજીકના ઝાડ ની ચે ઊભો રહ્યો. એના ચહેરા પર ઉદાસી હતી. એની આંખો નિસ્તેજ હતી. ગામલોકોએ એને કામ કરવા કહ્યું. કામમાં સહકાર આપવા જણાવ્યું.
પેલા માનવીએ જવાબ વાળ્યો, “પ્રભુના મંદિર માટે કોને કામ કરવાની ઈચ્છા ન થાય ? મારી કામ કરવાની તીવ્ર ઇચ્છા છે. એક તો સહુની સાથે મળીને કામ થાય એટલે આનંદ આવે. વળી મંદિરનું કામ એટલે પુણ્ય પણ પ્રાપ્ત થાય. પરંતુ મારી સ્થિતિનો તમને ખ્યાલ નથી. હું ખૂબ
ફક 123 ફક
વ્યક્તિના જીવનમાં ચિત્તની જેટલી નિર્મળતા હશે, એટલી જ સત્યની પ્રાપ્તિ સહજ બનશે. સંત કબીરે તો કહ્યું છે કે ચિત્તને તો ગંગાના નીર જેવું નિર્મળ બનાવી દો, પછી તમારે પ્રભુને શોધવાની જરૂર નથી. ખુદ ઈશ્વર તમને શોધતો શોધતો તમારી પાસે આવશે !
ઉજક૭૦૪ 122 ઉહહહહહહહહ