________________
હ
ઝાકળભીનાં મોતી
છે ખુદાને કહ્યું, “મારી વાતનો ખુલાસો કરો.” ખુદા કહે, "અરે ! ખુલાસો તો ગઈ કાલે મળી ગયો છે. ” “શો ?” હઝરત મુસાએ આશ્ચર્યથી પૂછ્યું.
ખુદા કહે, “પેલો ફકીર મારે માટે સર્વસ્વ કુરબાન કરવા તૈયાર થયો. જે સર્વસ્વ સમર્પણ કરે છે, તેને કશું અસાધ્ય નથી. એવા ફકીરના આશીર્વાદથી કુંભારને દીકરા થાય તેમાં નવાઈ શી ?”
૩૯T
એડોકિત કે સંવાદ?
-
-
—
સર્વસ્વ સમર્પણમાં એક એવી શક્તિ છે, જે ખુદ ઈશ્વરને હાજરાહજૂર ખડો કરી દે છે. સર્વસ્વ સમર્પણમાં એક એવી તાકાત છે કે જે વ્યક્તિના જીવનને સઘળી બાજુએ થી અજવાળી દે છે. સર્વસ્વ સમર્પણ સર્વસ્વ કુરબાની માગે છે.
માનવી ઈશ્વર તરફ જાય છે, પરંતુ એની પાછળ એનો હેતુ કુરબાની કરતાં કામનાઓ સંતોષવાનો હોય છે. સમર્પણ કરતાં સંપત્તિ કે સમૃદ્ધિ પર એની વધુ નજર હોય છે. આવી ભક્તિ એ ભક્તિ નથી. આવી શ્રદ્ધા એ શ્રદ્ધા નથી. એ તો છે નકરી શરત; જેમાં ભક્તિ વેપારનું રૂપ લે છે. એક બાજુથી શ્રદ્ધા આપવામાં આવે છે, પણ સાથોસાથ બદલામાં સંપત્તિ માગવામાં આવે છે. આવી સમર્પણવિહોણી ભક્તિ કે શ્રદ્ધાને ઈશ્વરની પ્રાપ્તિ ક્યાંથી થાય ?
એક પાગલખાનામાં બે પાગલ રહે. પાગલ ક્યારેક એવું કરે કે ડાહયાઓ પણ વિચારમાં પડે.
આવા બે પાગલ ઊંડા વિચારમાં ડૂળ્યા હતા. એક બોલે, બીજો સાંભળે. બીજો બોલવાનું શરૂ કરે ત્યારે પહેલો સાંભળે.
| ઇલાજ કરનાર ડૉક્ટરને આ વિચિત્ર રીત લાગી. બંને એકસાથે કેમ બોલતા નથી ? બોલતા બોલતા કેમ જીભાજોડી કે બાઝૂંબાઝી પર આવી જતા નથી ?
ડૉક્ટરને આશ્ચર્ય થયું. કાન સરવા કરીને પાગલની વાતો સાંભળવા લાગ્યા. મજાની વાત તો એ કે આ બેની વાત માં કશો મેળ નહિ. એક પોતાની કંઈક વાત કરે. બીજો એના જીવનની કોઈ ઘટના કહે. ડૉક્ટરે વિસ્મય પામતાં બંને પાગલને પૂછ્યું કે, “તમારા
ફ ફફ 119 $$$$$$ $કે
8888888888 118 $
$
ઉ