SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાકળભીનાં મોતી કે મહાત્માએ એના ખબરઅંતર પૂછયા તો બ્રાહ્મણે કહ્યું, મહારાજ! બસ હવે તો પરમ શાંતિ છે. આપના આશીર્વાદથી ભારે આનંદમાં છે. ખૂબ સુખી છે.” ઝાકળભીનાં મોતી ગરીબ બ્રાહ્મણ ગાય લાવ્યો. ગાયને ઘરમાં ખાવા ન મળે એટલે કોઈના ખેતરમાં ઘૂસી જાય. મોલ બગાડે. બેકરીને લીધે ગામમાં ઝઘડા થતા તો ગાયને લીધે સીમમાં ઝઘડા થયા. વળી કોઈ એને ડબ્બામાં પૂરે તો કરગરીને છોડાવવા જવું પડે, બ્રહ્માણની દશા તો ભારે દુ:ખદાયી બની. ફરી મહાત્મા પાસે ગયો અને કહ્યું, હે સંત મહાત્મા ! મારું તો દુ:ખ વધ્યું. કજિયા વધ્યા. કંઈક ઉપાય બતાવો. નહિ તો આમ ને આમ હું મરી જઈશ.” મહાત્મા કહે, “અરે બહાણ ! એમાં મૂંઝાય છે શા માટે ? મૂંઝવણ માંથી માર્ગ કાઢે એ જ ખરો માનવી. એમ કરે, તું પેલી ગાય કાઢી નાખ.” બ્રાહ્મણે ગાય કાઢી નાખી. ખેડૂતોના ઝઘડા ઘટયા. સીમાડાના કજિયા મચી. થોડા દિવસ પછી સંતજને પૂછયું, “અરે બ્રહાણ, હવે કેમ છે તમને ?” બ્રાહ્મણે કહ્યું, “પહેલાં કરતાં ઘણું સારું છે, મહારાજ !” મહત્માએ કહ્યું, “હે.... તારી વાત હવે બરાબર સમજ્યો. એમ કર, હવે પેલી બકરીને કાઢી નાખ.” બ્રહાણે બકરી કાઢી નાખી. થોડા દિવસ પછી ફરી સંતજનને મળ્યો. $$$ 108 $$$$$ જેટલું ઓછું એટલો આનંદ વધુ. જીવનની જળજથા જે વધારતો રહે છે, એ આનંદથી વધુ ને વધુ દૂર જતો રહે છે. પરિગ્રહની લાલસા એક આગ જેવી છે, જે ક્યારેય ઓલવાતી નથી. એનું મન પરિગ્રહમાં ડૂબેલું રહે છે. જેમ ભૌતિક સાધન-સંપત્તિ વધારતો જાય છે એમ નવા પ્રશ્નો અને સમસ્યાઓ ઊભાં કરતો રહે છે. માનવી પાસે જેટલી ભૌતિક એ જણા વધુ એટલો એ દરિદ્ર. ભૌતિક એષણા જેટલી ઓછી એટલો એ સમૃદ્ધ.
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy