________________
રર
પોતાનું પ્રતિબિંબ ————————–
ગામના ચોરે બેઠેલા વૃદ્ધને એક મુસાફરે પ્રશ્ન કર્યો :
મુરબ્બી ! જશે એટલું કહેશો કે આ તમારા ગામ ના લોકો કેવા છે ? ઠગ કે ધુતારા છે ? અથવા તો પ્રેમાળ અને વહાલસોયા છે ?”
ગામના ચોરા પર બેઠેલા વૃદ્ધ જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન પૂછ્યું :
“ભાઈ, તમે જે ગામમાંથી આવો છો ત્યાંના લોકો કેવા હતા ?”
આ પ્રશ્ન સાંભળતાં જ મુસાફર તાડૂકી ઊઠડ્યો અને જોરશોરથી બોલવા લાગ્યો :
અરે મારા ગામમાં જેવા ક્રૂર અને દુષ્ટ માનવીઓ હતા, એવા તો આ ધરતી પર તમને બીજે ક્યાંય નહિ મળે.
ફફફ ફફફ ઝાકળભીનાં મોતી $$$$$ એમની લુચ્ચાઈનો પાર નહિ. એ ગામ છોડીને આ તરફ આવવાનું કારણ પણ એ જ લોકો છે. મારા એ ગામ કરતાં તો નર્ક સો દરજે સારું હશે !”
વૃદ્ધે કહ્યું, “ભાઈ ! બસ, તો અહીંના લોકો બરાબર એવા જ છે. અહીં જેવા નિર્દય અને નિપુર માનવી તેમને જગતમાં બીજે ક્યાંય જડશે નહિ.”
એટલામાં બીજો મુસાફર આવ્યો. એણે ચોરે બેઠેલા વૃદ્ધને એ જ પ્રશ્ન કર્યો અને વૃદ્ધ પણ એને અગાઉની માફક એ જ વળતો સવાલ કર્યો.
પેલા બીજા મુસાફરની આંખો ભાવથી ભીની થઈ ગઈ. એણે વૃદ્ધને કહ્યું :
ઓહ ! મારા ગામના લોકોની વાત જ ના કરશો. એમના જેટલા દયાળુ અને પ્રેમાળ માનવી ઓ તમને જગતમાં નહિ જડે. ગામમાંથી વિદાય લીધી એનો વસવસો તો હજીય લાગે છે. પણ શું થાય ? જરૂરી કામ સર અહીં આવવું પડયું, બાકી મારું ગામ છોડવું મને ન ગમે.”
વૃદ્ધ જવાબ આપ્યો : “ભાઈ ! બસ, તો અહીંના લોકો તમારા ગામના લોકો જેવા જ છે. અહીં જેવા ઢયાળ અને પ્રેમાળ માનવી તમને બીજે ક્યાંય જોવા નહિ મળે.”
ચોરે બેઠેલા આ વૃદ્ધના જવાબો પરસ્પર વિરોધી લાગે છે. પરંતુ હકીકતમાં તો બંને જવાબો તદ્દન સાચા છે.