________________
છે કે ઝાકળભીનાં મોતી જ
છે પ્રભુ ! મારા પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો છે. ” ત્યારે ભગવાન બુદ્ધના મુખમાંથી વાણી સરી ગઈ :
“મોક્ષ તો સહુ કોઈને મળી શકે છે. મુક્તિ તો છે જ, પણ એ તરફ મુખ માંડનારા ક્યાં છે ?”
ર૧T
ઊંચે જુઓ તો ખરા !
આ પ્રસંગનો મર્મ એ છે કે મોક્ષ કે મુક્તિ મળી શકે તેવી ચીજ છે. પણ એની પ્રાપ્તિના સાચા પ્રયત્નો જ ક્યાં
-
-
-
-
-
-
-
-
આજે તો માનવી અન્ય વસ્તુઓની પ્રાપ્તિ માટે ગડમથલ કરે છે, દોડધામ ને ઉત્પાત કરે છે. ઈશ્વર તરફ તો એ પીઠ રાખીને બેઠો છે. જીવનને જાણવા ચાહનારે ઈશ્વર તરફ જોવાની જરૂર છે.
ભગત અને જગત બેનો ક્યારેક મેળ મળતો નથી. મહાન મજૂરને ફાંસી મળી.
ભગતનું જીવન જગતને ગમતું નથી. જગત એને સાંખી શકતું નથી. આથી જ એને ખામોશ કરવા કાં ફાંસીનો ફંદો લાવે છે, કાં તો ઝેરનો કટોરો.
સંત મજૂર ફાંસીના ફંદા તરફ ઊંચે ચડતો હતો. પણ સાથોસાથ ખડખડાટ હસતો હતો.
મજૂરના વિરોધીઓ અપશબ્દો બોલતા હતા, પથ્થરો મારતા હતા. પણ મજૂરનો તો એક જ જવાબ - મોજીલું ખડખડાટ હાસ્ય !
ફાંસી આપનારો જલ્લાદ પણ વિચારમાં પડ્યો. આ તે કેવો આદમી ! એણે કેટલાયને ફાંસીએ ચડાવ્યા હતા. કોઈને ધ્રુજતા જોયા હતા, કોઈને કરગરતા જોયા હતા, કોઈ