SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ $$$$$ઝાકળભીનાં મોતી હહહહહહહહહ કૂવામાંથી બસો ડોલ પાણી ખેંચી કાઢો કૂવો તરત શુદ્ધ થઈ જશે.” પચીસ જુવાનિયા મંડડ્યા. બસો ડોલ પાણી કાઢી જુવાની છે ! વળી તેઓને વિચાર થયો કે બસો ડોલ બીજી પણ કાઢી નાખીએ. બસ ! પછી તો પાણી બિલકુલ પવિત્ર થઈ જાય ! થોડી વારમાં બીજી બસો ડોલ ખેંચી કાઢી. પછી સહુ આવ્યા ગામ પટેલ પાસે. ચારસો ડોલ પાણી કાઢવાથી પટેલ તો રાજીના રેડ થઈ ગયા. જુવાનિયાઓને શાબાશી આપી અને પૂછ્યું, પણ કૂતરું ક્યાં નાખ્યું તમે ?” જુવાનિયા કહે, “અરે પટેલ ! અમે તો ડોલો ખેંચી પાણી કાઢંચું, પણ કૂતરું તો હજી અંદર જ છે.” ગામ પટેલે મોટો નિસાસો નાખ્યો. $ઝાકળભીનાં મોતી $$$$$$? ભાવનાનો ધબકાર હોતો નથી. પરિણામે એક બાજુ ક્રિયા ચાલે છે અને બીજી બાજુ એ જ ચીલાચાલુ જીવન વીતે છે. ધર્મ તો ક્યાંય દેખાતો નથી. ધર્મ એ બહારથી લાદવાની ચીજ નથી. ધર્મ એ આડંબરનું ઘરેણું નથી. એ તો અંતરમાંથી ઊગતી ઉચ્ચ જીવન પ્રણાલી છે. આજે મોટેભાગે ધર્મની ક્રિયાઓ ધનના વ્યયનું કે ગર્વનું સાધન બની ગઈ છે. પોતે આટલા ઉપવાસ કે એકાદશી કર્યા એની ગાઈ-વગાડીને જાહેરાત કરે છે. એની નજર ઉપવાસ પર છે. ઉપવાસના પ્રચાર પર છે. એવા ઉપવાસ અંતરશુદ્ધિને બદલે આડંબરનું માધ્યમ બની જાય છે. કેટલાક માત્ર જડતાથી જ ક્રિયાને વળગી રહે છે. જે ક્રિયામાં જાગૃતિ ન હોય એ માત્ર કસરત જ બની રહે છે. ધાર્મિક ક્રિયાને જીવનમાં તાણાવાણા માફક વણવાની હોય. એનો ધજાગરો ચડાવવાનો ન હોય. પ્રસંગનો મર્મ એ છે કે માનવી આખી જિંદગી ધાર્મિક ક્રિયાઓ કરે છે, છતાં ધર્મને એ પામતો નથી. ક્રિયા પાછળ જ્ઞાન ન હોય તો ક્રિયા સાવ કોરીધાકોર રહેશે. ધર્મને માત્ર આચારમાં ફેરવી નાખનારા શુક ક્રિયા કરે છે. એમાં ધર્મની
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy