________________
ફ૪૦૪૪૪૪૪ ઝાકળભીનાં મોતી હ૦૦૦૦૦૦૦૦ ભગવાનને માટે અને ભવિષ્ય ભગવાનને માથે - એ એમની જીવનરીતિ હતી.
પરમાત્માને પામવાની ઝંખના રાખનારે કાલની રાહ જોવાની ન હોય, જે થશે તે તો આજે જ થશે. આવતી કાલ તો ઝાંઝવાનાં જળ જેવી છે, જે તમને રોજરોજ કાલને માટે દોડાવ્યા કરશે ને આખરે ભારે તરસ્યાને પાણીનું ટીપું પણ હાથ નહિ આવે !
[૧૫]
મનથી દોરાઈ જવાનું નથી, મનને
દોરવાનું છે. -----------------
ઝઘડો મનમાં હોય છે. કામમાં ઝઘડો હોતો નથી. ઝઘડાળુ લોકોની પણ જમાત હોય છે.
એમનું મન હંમેશાં ‘નાચવું નહિ તો આંગણું વાંકું’ કર્યા કરતું હોય છે.
બધે ઝઘડો ચાલે તો કવિઓમાં ઝઘડો કેમ ન ચાલે ?
લખનૌ અને દિલ્હીના ઉર્દૂ ભાષાના કવિઓ વચ્ચે ઝઘડો ચાલે ! ભયંકર ઝઘડો ! એકબીજાને ગાળોથી જ નવડાવે. સામે મળે તો આંખો કાઢે ! તક મળે તો તીખો કટાક્ષ કરવાનું ન ચૂકે.
ઝઘડાનું મૂળ કારણ એ હતું કે રથ મોખન્નસ (રગીલિંગ) કે મુજક્કર (પુંલ્લિંગ) છે ?
55 ફફફ8888888