SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦] ખુદાની તલાશ મહેલમાં ન હોય ! = = = = = = = = — — — — — — — ઝાકળભીનાં મોતી છે બીજાને ગર્વની દુર્ગધ નહિ, પણ જ્ઞાનની સુવાસ આપતી હોય. આજે તો વિદ્યાનું સર્વતોમુખી અવમૂલ્યન થયું છે. વિદ્યાવાન કોઈ તવંગરને આશરે તેજીણો બનીને જીવે છે. સમાજને વિઘાના દંભ થી ડારતો એ માનવી આશ્રયદાતા આગળ દયામણો બનીને ઊભો રહે છે. વિદ્યાનું અવમૂલ્યન કરનાર વિદ્યાવાન જ છે. એણે વિઘાના સાધ્યને સાધન બનાવી દીધું. આ સાધનને આધારે એણે સત્તા કે સંપત્તિને સાધ્ય બનાવી. મહાભારતની ભરી સભામાં, અનુભવી બુઝુર્ગોની હાજરીમાં અને મહારથીઓની વચ્ચે દ્રૌપદીનાં ચીર ખેંચાયાં હતાં, તેમ આજે અનેક લાલ ચુ, પ્રપંચી અને પૈસાવાન દુ:શાસનો વિદ્યાનાં ચીર ખેંચી રહ્યા છે. ભીમ સિવાયના ચાર પાંડવોની માફક વિદ્યાવાનો મૂંગે મોઢે, નીચું માથું નાખી પોતાની નબળાઈનો સ્વીકાર કરી રહ્યા છે. ક્યારે આવશે એ વિદ્યાની ખુમારી ? એ ત્યારે આવશે કે જ્યારે વિઘા પરમાર્થમાં વપરાશે. જ્યારે ફૂદાનનું પ્રજ્ઞામાં રૂપાંતર થશે. જ્યારે જીવન માં વિદ્યાનું તેજ પ્રગટશે. બસ, ત્યારે જ. બલ્બનો સમ્રાટ ઇબ્રાહીમ આઠમ, જેટલું મોટું રાજ્ય ધરાવતો હતો એટલો જ દરિયાવ દિલ માનવી હતો. સદા ખુદાની તલાશ કરે. એક વાર શાહી મહેલની વિશાળ અગાસીમાં સમ્રાટ મીઠી નીદ માણી રહ્યો હતો. એવામાં કશો અવાજ સંભળાયો. સ માટેની ચેનની નીંદમાં ખલેલ પડી. મધરાતે કોઈ બારણું ખટખટાવી રહ્યું હતું ! સમ્રાટના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે અગાસીમાંથી જ અવાજ કર્યો, “અરે કોણ છે ? આટલી કાળી રાતે નીદ હરામ કરે છે ?” નીચેથી જવાબ મળ્યો, “શહેનશાહ, એ તો હું ઊંટવાળો 8888888888 36 8888888888 ફફફ ફફફ 37 હ જી
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy