________________
$$$$$ ઝાકળભીનાં મોતી
છે રૂપિયા લઈને પણ પોતાના શરીરને વેચવા તૈયાર નથી. એ જો એમ કહે મારી પાસે એક પૈસા જેટલીય સંપત્તિ નથી, તો એ વાત કેવી વિચિત્ર ગણાય !”
ટૉલ્સ્ટૉયે યુવકનો આત્મવિશ્વાસ જગાડતાં કહ્યું : “હું નવજુવાન ! આ આંખો, આ હાથ, આ પગ, આ શરીર અને આ પ્રાણ – એ ધનના અખૂટ ભંડાર છે. એને ઓળખ અને પરિશ્રમ કર, પોતાની નજરમાં જ પોતાનું મૂલ્ય ઓછું ને કર. જે પોતાનું મૂલ્ય સમજે છે, એને માટે ચાંદી, સોનું જ નહિ પણ ચાંઠો અને સૂરજ પણ એના પોતાના બની જાય છે.”
૮
માનવીએ ખુદ ઈશ્વરને માથામાં
| લપેટી દીઘો!
-
-
-
-
-
-
-
-
-
-
-
—
—
—
—
—
આજે માનવી એ પુષ્કળ સુખસગવડ મેળવ્યાં છે પરંતુ એનો આત્મવિશ્વાસ એ ગુમાવી બેઠો છે. વ્યસનથી વિશ્વાસ જાળવવા એ કોશિશ કરે છે. ક્યારેક જ્યોતિષ કે પાંગળી કૃપાના સહારે પોતાનો આત્મવિશ્વાસ ટકાવે છે.
આત્મવિશ્વાસ એ માનવીના હૃદય માં પડેલી એક અદ્ભુત શક્તિ છે. એ અશક્યને શક્ય કરી શકે છે. મુશ્કેલને આસાન બનાવી શકે છે. વિપત્તિને સંપત્તિમાં પલટાવી શકે છે.
પોતાની જાતને ભૂલીને પારકાને ખોળવા નીકળેલો માનવી બીજાની નિંદામાં મેળવતો તો કશુંય નથી, પણ વધારામાં પોતાનો અમૂલો વિશ્વાસ ગુમાવી બેસે છે.
શહેરને છેડે, રાજમાર્ગથી દૂર એક નાનીશી ઝૂંપડી હતી.
એમાં એક ડોશી રહે, મોં પર કરચલી. માંડ માંડ ચાલે. આંખનાં તેજ પણ ઓછાં થયાં.
રાત્રે ડોશી રસીવવા બેઠાં. અંધારી ઝૂંપડી અને સાવ ઝાંખો દીવો. સોયમાં દોરો પરોવે. મહેનત ઘણી કરે, પણ સોયના કાણામાં દોરો જાય નહિ. આમ કરતાં કરતાં સોય હાથમાંથી પડી ગઈ.
બહુ શોધી, પણ સોય જડી નહિ. હવે કરવું શું ? એક તો અંધારું. બીજું આંખે ઓછું દેખાય અને એમાં વળી સોય શોધવાની.
દૂર રાજમાર્ગ પર દીવો ઝળહળે. ડોશી તો દીવાના પ્રકાશમાં દોડી જઈને ત્યાં સોય શોધવા લાગ્યાં. પણ સોય
31 હહહહહહહહહહ