SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાકળભીનાં મોતી છે પણ આ વકીલે કાગળના ડૂચા ભેગા કરતાં દીકરીને એટલું જ કહ્યું : બહેન ! મારા કાગળોને ન અડાય હોં.” આ વકીલનું નામ શ્રીગોવર્ધનરામ ત્રિપાઠી. ગુજરાતી ભાષાના એક સમર્થ સાહિત્યકાર, જેમણે 'સરસ્વતીચંદ્ર’ નામની અમર કૃતિની રચના કરી. ઝાકળભીનાં મોતી $$$$$$ નળના પગની અપવિત્ર પાનીમાંથી પેઠેલા કળિએ ઉદાર અને સાત્વિક નળ રાજાને દુષ્ટ અને દાનવ બાહુક બનાવી દીધો હતો ! ક્રોધ જાગતાં માનવી સઘળું ભાન ગુમાવી દે છે. એની જીભ પરનો અંકુશ જતો રહે છે. એની જાત પરની મર્યાદા ચાલી જાય છે. ક્રોધથી માત્ર પોતાનું બ્લડપ્રેસર વધારતો નથી, પરંતુ કોઈ એવું માઠું કામ કરી બેસે છે કે જેનાથી એને જીવનભર પસ્તાવાનો વારો આવે છે. ક્રોધને ઓળખવા માટે ગુસ્સાનું બીજ શોધો. બીજ મળ્યા પછી એનાં ખાતર-પાણી બંધ કરો. ક્રોધ પર ચોકી રાખો તો ક્રોધ કદી માનવીનું કાસળ કાઢી શકશે નહિ. આ પ્રસંગનો મર્મ એ છે કે આજે ચિત્તની આવી સ્વસ્થતા ક્યાંય દેખાતી નથી. માનવીનું જીવન ઉત્પાત, અધીરાઈ અને ઉતાવળથી ઘેરાઈ ગયું છે. એ એટલી ઝડપે દોટ લગાવે છે કે તે પોતે જીવે છે કે કેમ અને જીવ્યું સાર્થક થાય છે કે એળે જાય છે એનોય વિચાર કરવાની એને ફરસદ નથી. માયાવી સ્વપ્નોની પાછળ દોડતો માનવી નિષ્ફ ળતા મળતાં ક્રોધ કરી બેસે છે. ક્રોધ અંધ છે. માનવીના સારાનરસાના વિવેકનો દીવો ઓલવાય ત્યારે જ એ ક્રોધ કરે છે. ક્રોધ આવે છે એક તરંગરૂપે અને એમાંથી માનવીના આખાય મનને ઘેરી લેતો મહાસાગર બની જાય છે. નાનકડા ગુસ્સામાંથી ભયાનક કોધનું વટવૃક્ષ ઊભું થઈ જશે. ચિત્તના એક છિદ્રમાંથી એ પ્રવેશશે અને સર્વત્ર વ્યાપી જશે. રાજા ફફફ ફફફ 27 ફફફફ
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy