SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમ ૫૪. જીભાજોડી નિરર્થક ૫૫. આઝાદીનું વાયુમંડળ ૫૬. ખાંધિયા નહીં જડે ! ૫૭. સાચો સ્નાતક ૫૮. સ્નાતકોના ત્રણ વર્ગ ૫૯. મુંબઈના વેપારીઓને ૬૦. દૂબળાની પ્રથા ૬૧. ગુલામીની આદત ૬૨. હળપતિઓને સલાહ ૬૩. પુરુષનો ધણી પુરુષ ૬૪. શુદ્ધિનો ઉપદેશ ૬૫. દુઃખનો છેડો નજીક ૬૬. ગુલામના ગુલામ ૬૭. બંનેને ઇન્સાફ ૬૮. દૂબળાંને સલાહ ૬૯. સુખનો ઇલમ ૭૦. ગુલામોના ગુલામ ૭૧. મહોબત જોઈએ ૭૨. આરોગ્યનું મહત્ત્વ ૬૨ ૬૩ ૬૪ ૬૫ ૬૬ ૬૭ ક -- ૩૦ ૩૧ ૩૨ ૭૩ ૭૪ ૭૫ ૩૬ ૩૩ ૮ ૩૯ ८० લોકમાન્ય તિલક ભારતની ભીડને પ્રસંગે સ્વરાજ્યની લડતના સેનાપતિ લોકમાન્ય બાળગંગાધર તિલક આપણને છોડી ચાલ્યા ગયા. એમની ખોટ કોણ પૂરી પાડી શકે એમ છે ? ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે. અને હું (તેની ભીખ માગવાનો નહીં પણ) તે લેવાનો’, એ એમના જીવનનો મહાન સિદ્ધાંત હતો અને સ્વરાજ્ય મેળવવા માટે ભારે સંકો ઉઠાવીને તેઓ અંતકાળ સુધી નીડરતાથી લડ્યા. હિંદુસ્તાનમાં અંગ્રેજી અમલ પછી નોકરશાહી સાથે તેનાં પોતાનાં જ હથિયારથી જીવલેણ લડત ચલાવનાર એવો બીજો કોઈ મહાન લડવૈયો આજ સુધી નીપજ્યો નથી. એમની અગાધ વિદ્વત્તા, એમનું નિર્મળ ચારિત્ર્ય, એમની નમૂનેદાર સાદાઈ, એમની વીરોચિત નીડરતા, એમની અનન્ય દેશભક્તિ અને સૌથી વધારે તો ભારતવર્ષમાં તેમણે જગાવેલો સ્વરાજ્યનો ધ્વનિ એ એમણે આપણે માટે મુકેલો વારસો છે.
SR No.034295
Book TitleSardarni Vani Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2001
Total Pages41
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy