SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિએ ૧૯૭૫-૭૬'નો ચાતુર્માસ લુધિયાણા અને હોશિયારપુરમાં કર્યો હતો અને એ પછી હસ્તિનાપુરમાં પારણામંદિર અને મુરાદાબાદમાં જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી, પરંતુ આચાર્ય વિજયસમુદ્રસૂરિજી એકાએક કાળધર્મ પામવાને કારણે સહુને આઘાત લાગ્યો હતો. આ સમયે આચાર્ય શ્રી વિજય ઇન્દ્રદિવસૂરિજી મહારાજે સાધ્વીશ્રીનો ઉત્સાહ વધાર્યો અને એમણે કહ્યું કે ગુરુદેવનાં વલ્લભસ્મારકનાં અને કાંગડાતીર્થનાં ઉદ્ધારનાં સ્વપ્નો પરિપૂર્ણ કરો. કાંગડાના ચાતુર્માસ પછી પંજાબના ઘણા અગ્રણી શ્રીસંઘોએ ચાતુર્માસ માટે વિનંતી કરી, પરંતુ સાધ્વીશ્રી મૃગાવતીજીને એક જ લગની હતી કે તત્કાળ વલ્લભસ્મારકને મૂર્તરૂપ આપું અને ગુરુચરણમાં શ્રદ્ધાસુમન અર્પિત કરું. ૧૯૭૯ના ચાતુર્માસ માટે સાધ્વીશ્રી દિલ્હી આવ્યાં અને એ સમયે જનજાગરણ થતાં સારી એવી રકમ એકત્રિત થઈ.. વલ્લભસ્મારક માટેનો નકશો (પ્લાન) પાસ થતો ન હોવાથી થોડી નિરાશા વ્યાપી હતી, ત્યારે ગુરુવલ્લભનાં નામનો જયઘોષ કરીને સાધ્વીશ્રીએ કહ્યું કે ભૂમિપૂજન અને ખનનમુહૂર્તનો સમય નક્કી કરો. સહુને પારાવાર આશ્ચર્ય થયું કે હજી પ્લાન મંજૂર થયો નથી, ત્યારે આ બધું કઈ રીતે શક્ય બનશે ? પરંતુ સાધ્વીશ્રીનો અટલ આત્મવિશ્વાસ તત્કાળ હકીકતમાં પલટાઈ ગયો. વલ્લભસ્મારકના પ્લાનની મંજૂરી મળી ગઈ. સહુના હૃદયમાં અપાર આનંદ હતો. દીર્ધદૃષ્ટા ઉદ્યોગપતિ અને શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની દોરવણી હેઠળ વલ્લભસ્મારકના પ્લાન લાંબી ચર્ચા-વિચારણાને અંતે તૈયાર કરવામાં આવ્યા હતા. શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના મુખ્ય સ્થપતિ અને સુપ્રસિદ્ધ શિલ્પી શ્રી અમૃતલાલ ત્રિવેદી અને શ્રી ચંદુલાલ ત્રિવેદીને આ કામગીરી સોંપવામાં આવી હતી અને એમણે ભારતીય તેમજ જૈન સંસ્કૃતિની શિલ્પકલાનો સુંદર નમૂનો બને તેવા આ સ્મારકના નકશા તૈયાર કર્યા. ૧૯૭૯ની ૨૭મી જુલાઈના ભૂમિપૂજન એટલે કે ખાતમુહૂર્તની વિધિ સાધ્વીશ્રી મૃગાવતીજી આદિની નિશ્રામાં પરમ ગુરુભક્ત ગુરુવલ્લભના રામના હનુમાન જેવા લાલા રતનચંદજીના હસ્તે ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી. પચીસ વર્ષનું એ વિરાટ સ્વપ્ન અંતે સાકાર થયું અને આ ગુરુમંદિર માત્ર સંસ્કૃતિમંદિરનું સર્જન ગુરુમંદિર જ ન રહેતા, ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિનું એક વિશાળ કેન્દ્ર બને એવી ભાવના રાખવામાં આવી. સાધ્વીજીનું આ વિરાટ સ્વપ્ન અનેક આયામ અને દૃષ્ટિકોણ ધરાવતું હતું અને તેથી જ આ સ્મારક જૈનદર્શન અને અન્ય દર્શનના તુલનાત્મક અભ્યાસનું, ધર્મ અને સંસ્કૃતિના અધ્યયનનું, દર્શન-જ્ઞાનચારિત્રની સાધનાનું અને જનસેવાનું કેન્દ્ર બને એવી વિશાળ દ્રષ્ટિ એની પાછળ રાખવામાં આવી. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી દ્વારા થઈ રહેલા કાર્યોની સરાહના પૂ. આચાર્ય ઇન્દ્રન્નિસૂરિજી પોતાના તા. ૨૮મી ઑક્ટોબર ૧૯૭૯ના રોજ બીકાનેરથી લખાયેલ પત્રમાં આ રીતે કરે છે. ‘જૈનભારતી કાંગડા તીર્થોદ્વારિકા મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી, ‘આપનો તા. ૨૭-૧૦-૭૯નો પત્ર આજે મળ્યો, આપની શુભ નિશ્રામાં સ્વર્ગવાસી ગુરુદેવોની પરમ કૃપાથી દિનાંક ૨૮, ૨૯ અને ૩૦ નવેમ્બર ૧૯૭૯ના અખિલ ભારતીય સ્તર પર દિલ્હીમાં વલ્લભસ્મારકના શિલાન્યાસનો કાર્યક્રમ થનાર છે એ જાણી અમને ખૂબ જ પ્રસન્નતા થઈ. એની સાથે અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનું અધિવેશન થનાર છે, જે સોનામાં સુગંધ ભળ્યા બરાબર છે, આપનો દિલ્હી ચાતુર્માસ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કરવામાં આવશે, આપની ‘મહારા', ‘જૈનભારતી' વગેરે પદવીઓ આપના મહાન કાર્યોની સામે અત્યંત સ્વલ્પ લાગે છે. મનુસ્મૃતિમાં કહેવાયું છે. ‘પત્ર નાર્યસ્તુ પૂજ્યને, મને તત્ર યેવતા' શ્લોક પ્રમાણે નારીની પૂજા કરવી એ પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે. નીતિકારોએ કહ્યું છે કે, ‘અપૂન્યT: 2 પૂર્ચને, પૂળાના ૫ ofસામા મનિ તત્ર વેવ દુfમ કરyfમામ્' આ શ્લોક અનુસાર જે વ્યક્તિ પૂજનીય છે, એની પૂજા અવશ્ય કરવી જોઈએ. આપે આપના મહાન કાર્યો વડે જિનશાસનની સેવા કરી છે, તે સદાય અવિસ્મરણીય રહેશે. | દિલ્હી શ્રીસંઘે વલ્લભસ્મારક યોજનાને સાકાર રૂપ દેવામાં જે અથાગ પરિશ્રમ અને તન, મન અને ધનથી જે સહયોગ આપ્યો છે તે અત્યંત પ્રસંશનીય છે. આ મહોત્સવની પૂર્ણ સફળતા માટે હું મારી હાર્દિક શુભ કામનાઓ પાઠવું છું, અને આશા રાખું છું કે, આપની શુભ નિશ્રામાં બધા ગુરુભક્તો મળી વલ્લભસ્મારક યોજનાને પૂર્ણરૂપ આપવા કોઈ કસર નહીં રાખે અને સ્વર્ગસ્થ ગુરુદેવના સ્વપ્નને શીધ્ર સાકાર કરશે.'
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy