SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિમંદિરનું સર્જન પ્રેરણાની પાવનમૂર્તિ વિલંબમાં પડી. ઈ. સ. ૧૯૭૨માં ગુરુવલ્લભના ઉત્તરાધિકારી આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ વડોદરામાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા. આ સમયે એક વિશાળ સાધ્વીસંમેલન યોજાયું અને સાધ્વીશ્રી મૃગાવતીજી એ સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં. રાજધાની દિલ્હીમાં ભગવાન મહાવીરની ૨૫મી નિર્વાણ શતાબ્દી ઉજવવા માટે સમગ્ર રૂપનગર શ્રીસંઘે વડોદરામાં ગુરુ વિજયસમુદ્રસૂરિજીને અત્યંત આગ્રહભરી વિનંતી કરતાં ગુરુ મહારાજે જણાવ્યું કે ‘વિજયવલ્લભ સાર્વજનિક હૉસ્પિટલનું કામ ચાલી રહ્યું છે એટલે હું નહીં આવી શકું. ત્યારે દિલ્હી શ્રીસંઘે વિનંતી કરી કે સાધ્વીશ્રી મૃગાવતીજીને આજ્ઞા ફરમાવો તો તેઓ આપના પ્રતિનિધિ બનીને બધું જ કામ સંભાળી લેશે. સંઘની ભાવના જોઈને ગુરુ મહારાજે સાધ્વી શ્રી મૃગાવતીજીને આદેશ આપ્યો કે ‘તમે દિલ્હી તરફ વિહાર કરો અને ઓગણીસ વર્ષથી સ્થગિત થઈ ગયેલા વલ્લભ સ્મારકના આયોજનનું કામ આગળ ધપાવો. તમે જાવ, હું પણ આવી રહ્યો છું.' સાધ્વીજી મહારાજે ધન્યતા અને પૂર્ણ ઉલ્લાસની લાગણી સાથે આ આદેશને શિરસાવંઘ કર્યો. એ વખતે સાધ્વીજીએ એવો ભાવ અનુભવ્યો કે પોતાના ગુરુદેવનો આવો વાત્સલ્યપૂર્ણ અને વિશ્વાસપ્રેરક આદેશ સહજ ભાવે મળવો, એ તો સાચે જ સંયમજીવનનો એક અમૂલ્ય લહાવો છે. સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોતાના સાધ્વીસમુદાય સાથે વડોદરાથી તત્કાળ વિહાર કર્યો. ઉગ્ર વિહારનાં કષ્ટો, ઉનાળાનો સખત તાપ, પોતાની શારીરિક શક્તિ-અશક્તિ કે અન્ય કોઈપણ મુશ્કેલીના વિચારથી લેશમાત્ર વિચલિત થયા વિના એમણે સતત વિહાર કર્યો. એકે તો ગુરુનો આદેશ અને બીજું ગુરુ વલ્લભનું કાર્ય ! મસ્તકે ગુરુ આજ્ઞાપાલનનો આનંદ હતો. હૃદયમાં ગુરુવલ્લભના સ્મારકનું પ્રિય ધર્મકાર્ય હતું અને ચરણમાં ધ્યેયસિદ્ધિની ઉત્કટતા હતી. અતિ વેગથી વિહારયાત્રા ચાલતી હતી. સંકટો સામે આવે, પણ સંકલ્પને કારણે એની કેશી પરવા ન હતી. અંતે ત્રણ-સાડાત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં એક હજાર કિલોમીટર જેટલો લાંબો પંથ કાપીને તેઓ ચોમાસા પૂર્વે સમયસર દિલ્હી પહોંચી ગયાં. સાધ્વીશ્રીને અપાર પ્રસન્નતા હતી કે પોતાના ગુરુદેવની વિશિષ્ટ આજ્ઞા અને જે ૧૫ વલ્લભસ્મારકની રચનાનું નમ્ર નિમિત્ત બનવાની વિરલ તક પોતાને પ્રાપ્ત થઈ. ભગવાન મહાવીરના ૨૫OOમા નિર્વાણ વર્ષની ઉજવણીમાં આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ એકાદ વર્ષ પછી દિલ્હી પધારવાના હતા. એ મંગલ પદાર્પણ પૂર્વે આ સ્મારક-ભવન માટે જમીન ખરીદી લેવામાં આવે એવી સાધ્વીશ્રીની પ્રબળ ભાવના હતી. વર્ષોથી વીસરાઈ ગયેલા આ વિરાટ કાર્યને સાકાર કરવાની પ્રવૃત્તિમાં સાધ્વીજી સંપૂર્ણ ભાવથી અને પૂર્ણ યોગથી પરોવાઈ ગયા. દિલ્હીમાં રૂપનગરમાં સાધ્વીશ્રી મૃગાવતીજીનો ચાતુર્માસ હતો અને એમણે પ્રતિજ્ઞા કરી કે ગુરુદેવ આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજી દિલ્હી આવે, તે પહેલાં સ્મારકને માટે ભૂમિ મેળવવી. એ ભૂમિ પર એમનું પદાર્પણ એ અતિ મંગલકારી ઘટના કહેવાય. સાધ્વીજીને એ વિદિત હતું કે ગુરુ વલ્લભની ૪૦ વર્ષ સુધી અપ્રમત્તભાવે સેવા કરનાર આચાર્યશ્રીના હૃદયમાં ભાવનાઓની કેવી ભરતી આવતી હશે ! ગુરુ વલ્લભના કડક અનુશાસનમાં કાચો-પોચો સાધુ તો નિયમો પાળી શકે નહીં. આવી તલવારની તેજ ધાર પર રહીને આચાર્ય વિજયસમુદ્રસૂરિએ એ ઉચ્ચ આત્માની સેવા કરી. સદાય એમના વતી પત્રલેખનનું કાર્ય સંભાળ્યું. સહુને ‘ભાગ્યશાળી’ શબ્દથી વહાલપૂર્વક સંબોધતા આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી સ્વયં પોતાની ભાવનાનો ભાગ્યોદય નિરખવા પધારી રહ્યા હતાં. મહારાજીએ સ્મારકને માટે ચોમેર ઉત્સાહ અને ભાવનાનું વાતાવરણ સર્યું. સહુના હૃદયમાં ગુરુભક્તિનું ગાન ગુંજવા લાગ્યું. આ અગ્નિપરીક્ષામાંથી પાર ઊતરવા સાધ્વીજીથી માંડી સામાન્યજન સુધી સહુ કોઈ કટિબદ્ધ બન્યા. એમણે ઉપદેશ આપ્યો. જનજાગરણ થયું, પરંતુ સારા કામમાં સો વિઘ્ન આવે, તેમ જમીન મેળવવામાં સરકારી કે કોઈને કોઈ અન્ય મુશ્કેલી આવતી રહી. કાર્યકરોનો ઉત્સાહ થોડો મંદ થતો જોઈને સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીએ એમની ઉદાસીનતા ખંખેરવા માટે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારકને માટે જમીન મળશે નહીં, ત્યાં સુધી તેઓ ચોખા, ગોળ, ખાંડ આદિનો ત્યાગ કરશે. તે વખતે લાલા રતનચંદજી જૈને પણ આ સંકલ્પ સિદ્ધ ન થાય ત્યાં સુધી ચોખા, ગોળ, ખાંડનો ત્યાગ કર્યો. આને લીધે શ્રીસંઘમાં થોડો અજંપો જાગ્યો, - ૧૫૭
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy