SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ ! તારે તે તીર્થ અને તીર્થને સ્થાપે તે તીર્થંકર. ભવસાગર, દુ:ખસાગર, મોહસાગર વગેરે પાર કરવા માટેનું સાધન તે તીર્થ, જે માનવ આત્માને જન્મ-મૃત્યુના ચક્રમાંથી ઉગારીને મુક્તિ અર્પે છે. આવાં તીર્થો સેંકડો વર્ષોથી જનહૃદયમાં અધ્યાત્મની અનુભૂતિ જગાવે છે અને મોક્ષનો માર્ગ ચીંધે છે. એ તીર્થો એક સમયે જાહોજલાલી અનુભવતાં હોય છે, તો ક્યારેક કોઈ ભૂકંપ જેવી પ્રાકૃતિક આફત, પ્રતિકૂળતા કે રાજકીય સ્થિતિને કારણે એ વિસ્મૃત બની જતાં હોય છે. આ વિસ્મૃત થતાં તીર્થોની સ્મૃતિને લોકહૃદયમાં જ ગાડવી, એનાં ભવ્ય શિલ્પ અને સ્થાપત્યને ઉજાગર કરવાં, એમાં જિનેશ્વર દેવોની પ્રતિષ્ઠા કરવી અને એમાંથી પુનઃ એક નવા તીર્થનું સર્જન કરવું, એ અનુપમ ધર્મપુરુષાર્થ ગણાય. - હિમાચલ પ્રદેશના પર્વતીય ક્ષેત્રમાં આવેલું કાંગડા તીર્થ જૈન ધર્મનો ગૌરવભર્યો ઇતિહાસ છુપાવીને બેઠું હતું. છેક ઈ. સ. ૧૮૭૨-૧૮૭૩ના આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના પાંચમા ભાગના અહેવાલમાં ભારતના વિખ્યાત પુરાતત્ત્વવિદ્ અને સર્વેક્ષક ઍલેક્ઝાન્ડર કનિંઘમે કાંગડાના કિલ્લાની અંદર અંબિકામંદિરની દક્ષિણે આવેલાં બે સુંદર જિનમંદિરોનો ઉલ્લેખ કર્યો છે. - ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ ! - નગરની દક્ષિણે પર્વતની સુંદર મજાની ટેકરી પર આવેલા વિશાળ પ્રાચીન કિલ્લામાં આ કાંગડા તીર્થ શોભતું હતું. એમાં શ્યામ વર્ણના આદિનાથ ભગવાનની પ્રાચીન વિશાળ, મનોહારી પ્રતિમા વિદ્યમાન હતી. આ કાંગડા તીર્થની સ્થાપના તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં મહારાજ સુશર્મચંદ્રએ કરી હતી. આ મંદિરના સંસ્થાપક મહારાજ સુશર્મચંદ્ર ચંદ્રવંશીય ક્ષત્રિય હતા અને ચંદ્ર વંશના ધણા મહારાજાઓ જૈન ધર્મના અનુયાયી હતા. એ પછી મહારાજ રૂપચંદ્ર ચૌદમી શતાબ્દીમાં કાંગડા નગરમાં ભગવાન મહાવીરસ્વામીની સુવર્ણપ્રતિમાં અને મંદિર સ્થાપિત કર્યું. ઇતિહાસના પગલે ચાલીએ તો આજથી સેંકડો વર્ષ પહેલાં વિ. સં. ૧૪૮૪માં મહારાજા નરેન્દ્રચંદ્ર ઉપાધ્યાયશ્રી જયસાગર જી મહારાજના નેતૃત્વમાં સિંધથી આવતા વિશાળ યાત્રાસંઘનું બહુમાન કર્યું હતું, એટલું જ નહીં, પરંતુ ઉપાધ્યાયશ્રી જયસાગરજી મહારાજના ધર્મોપદેશનું ભક્તિભાવપૂર્ણ શ્રવણ કર્યું હતું. મહારાજા નરેન્દ્રચંદ્ર જૈન તીર્થંકરોની પ્રતિમાનું ભાવપૂર્વક પૂજનઅર્ચન કરતા હતા. એમના પોતાના રાજ ભંડારમાં સ્ફટિક રત્નોથી શોભિત તીર્થકરોની મૂર્તિઓ હતી. ઇતિહાસ કહે છે કે કાંગડાના દીવાન પણ જૈન ધર્મના ઉપાસક હતા અને આ ઐતિહાસિક કિલ્લા ઉપરાંત કાંગડા નગરમાં બીજાં ત્રણ જૈન મંદિરો વિદ્યમાન હતાં. કાંગડાની આસપાસનાં ક્ષેત્રોમાં જૈન સમુદાય મોટી સંખ્યામાં વસતો હતો. વિ. સં. ૧૪૮૪માં ઉપાધ્યાયશ્રી જયસાગરજીનો યાત્રાસંઘ કાંગડા જિલ્લામાં આવેલા ગોપાચલપુર, નન્દનવનપુર, કોટિલ ગામ અને કોઠીપુર જેવાં શહેરોમાં જૈનમંદિરોનાં દર્શન માટે ગયો હતો. આમ, આ વિસ્તાર એ જિનમંદિરો અને જિન અનુયાયીઓની ગરિમા ધરાવતો પ્રદેશ હતો. જૂના કાંગડાના બજારમાં ઇન્દ્રવર્માના હિંદુ મંદિરમાં આજે એની દીવાલો પર નવમી સદીમાં બનેલી બે જૈનમૂર્તિઓ મળે છે. કેટલાંક વર્ષ પહેલાં કાલી દેવીના મંદિરમાં એક શિલાલેખ મોજૂદ હતો, જેમાં * ૐ સ્વસ્તિ શ્રી જિનાય નમઃ” નામનો લેખ હતો. પ્રાચીન કાંગડા નગરમાં આવેલો એક કૂવો પંજાબીમાં ‘ભાવવાં દા ખૂહ”
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy